માવઠું/ ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે-આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ કોઇ કૃષી કાયદા મામલે ચાલી રહેલા આંદોલનને લઇને નહી પરંતુ કુદરતનાં કહેરને લઇને માઠા સમાચાર હોવાનાં કારણે જગતના તાત માટે પાયમાલીની તલવાર

Gujarat Others
mavthu 1 ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે-આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ કોઇ કૃષી કાયદા મામલે ચાલી રહેલા આંદોલનને લઇને નહી પરંતુ કુદરતનાં કહેરને લઇને માઠા સમાચાર હોવાનાં કારણે જગતના તાત માટે પાયમાલીની તલવાર જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કાળમાં અનેક રીતે ખેડૂતોને ફટકા લાગ્યા છે, તેમા પણ આ સિઝનમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં માવઠાનો પ્રકોપ પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાતનાં દક્ષિણ અને ઉત્તર વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોનાં આવતી કાલથી એટલે કે, તારીખ  8 થી 10 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નર્મદા, દાહોદ સામાન્ય વરસાદ, તો 9મી તારીખે છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ જેવા દક્ષિણી વિસ્તારોમાં વરસાદી માવઠાની આગાહી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 10મી એ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોનાં આગામી બે-ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે. વરસાદી માવઠાની હવામાન વિભાગની આગાહીનાં પગલે ખેડૂતોમાં ચિંતાનો માહેલ જોવામાં આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…