ગુજરાતમાં સતત વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નજીવી બાબતે કેટલીવાર વિદ્યાર્થીઓ પોતાનું માસૂમ જીવન ટૂંકાવી લેતા હોય છે. વિદ્યાર્થીઓની મોતને વ્હાલું કરતા હોવાની ઘટનાઓએ હવે વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે. વધુ એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વાત છે ધોરાજીમાં હોસ્ટેલમાં રહીને ભણતી એ ધો. 12ની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દિવ્યા નામની વિદ્યાર્થિની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે ‘I Hate You Papa…..તમે મને ક્યારેય દિકરી સમજી જ નહીં, મારા મોતનું કારણ માત્ર તમે જ છો…’ તેવો ઉલ્લેખ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ધોરાજીની રોયલ હોસ્ટેલના રૂમનંબર 318 માં રહેતી અને ધોરણ-11 માં ભણતી સગીરાએ પંખામાં ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યૂસાઈડ નોટમાં પિતાએ ક્યારેય દીકરી ન ગણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેના પિતા ફક્ત ગુસ્સો કરતા હોય, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું પણ જણાવ્યું છે. ધોરાજી પોલીસે સ્યૂસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડવામાં આવી હતી અને તેના પરિવારજનોને જાણ કરવામા આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ, ધોરાજી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થ ખસેડવામાં આવ્યો છે.
વિદ્યાર્થિની પાસેથી મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું હતું કે, પપ્પા મારા મરવાનું એકજ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઇ ગઇ હતી. કેમકે, તમે મને ક્યારેય પોતાની દિકરી જ ન હતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે જેણે મને મા અને બાપ બન્નેનો પ્રેમ આપ્યો. Sorry Dadi, I Hate You Papa…..મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મલે. મારા એક એક આંસુનો હું બદલો લઇશ.
આ પણ વાંચો:શ્વાનના કારણે બાઇક ચાલકનો અકસ્માત, ડરામણા CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત
આ પણ વાંચો:પ્રેમી સાથે મળીને માતાએ બે વર્ષના પુત્રની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરી હત્યા
આ પણ વાંચો:4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો