સુરેન્દ્રનગર/ પ્રેમી સાથે મળીને માતાએ બે વર્ષના પુત્રની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરી હત્યા

માતાએ તેનાં પ્રેમી સાથે મળીને વ્હાલસોયા દીકરાને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા અરેરાટી સાથે ચકચાર મચી ગયો છે.

Gujarat Others
પ્રેમી
  • સુરેન્દ્રનગર: માતાએ કરી પુત્રની હત્યા
  • માતાએ પ્રેમી સાથે મળી કરી પુત્રની હત્યા
  • પિતાએ નોંધાવી પોલીસ મથકે ફરીયાદ
  • બે વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દેતા ચકચાર
  • માતાએ પ્રેમમાં નડતરરૂપ બનતા કરી હત્યા
  • પ્રેમી સાથે મળી બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં માતાએ જ પોતાના પુત્રની હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે, માતા Aએ પ્રેમી સાથે મળી પુત્રની હત્યા કરતાં પિતાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે,  માતાએ પ્રેમી સાથે મળી બોથડ પદાર્થના ઘા ઝીંકી બે વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી છે.

મૃતક બાળકના પિતા સલીમભાઈએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સલીમભાઈ રફાઈના લગ્ન રાજકોટના હુસેનાબેન હુસેનભાઈ વાઘેર સાથે 8 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન હુસેનાબેને 2 દીકરાઓ રેહાન અને આર્યનને જન્મ આપ્યો હતો. છેલ્લા 3 વર્ષથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં હુસેનાબેન પિયર જતા રહ્યા હતા. તેઓ બંને પુત્રોને પણ સાથે પિયર લઈ ગયા હતા.

પિયરમાં હુસેનાબેનની આંખ રાજકોટના જાકીર હુસેન ફકીર સાથે મળી ગઈ હતી. જેથી તેઓ બંને છેલ્લા દોઢ મહિનાથી સુરેન્દ્રનગરની શ્રદ્ધા ગાર્ડન હોટલની પાછળ એક મકાન ભાડે રાખીને રહેતા હતા. હુસેનાબેન તેમની સાથે નાના દીકરા આર્યન (ઉં.વ 2)ને લાવ્યા હતા. જ્યારે મોટો દીકરો રેહાન પિયરમાં જ રહેતો હતો. ગત બુધવારે આર્યનની તબિયત બગડતા તેને હુસેનાબેન પહેલા સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.  જે બાદ આ અંગેની જાણ આર્યનના પિતા સલીમભાઈને કરવામાં આવતા તેઓ રાજકોટ પહોંચ્યા હતા.

જ્યાં આર્યનની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે તેમણે આર્યનના શરીર પર ઈજાના નિશાન જોતા દીકરાની મોત માર મારવાથી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. જેથી પોલીસની ટીમે આર્યનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેમાં આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

આ પણ વાંચો:સાવરકુંડલામાં બાઇકના ડેલામાં લાગી આગ, ચારેબાજુ દેખાયા ધુમાડાના ગોટેગોટા

આ પણ વાંચો:લોકોને બચાવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે વિદ્યાર્થીને ઉડાવ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો:કિંજલ દવેનું તૂટ્યું દિલ, સગાઈ તૂટવાનું કારણ બની ભાઈની લાડી