Vadodra News : વડોદરામાં ચકચાર જગાવનારા સગીરા પરના ગેંગરેપ કેસમાં પોલીસ હવે પિડીતાનો મોબાઈલ ફોન શોધી રહી છે. આરોપીઓે પિડીતાનો ફોન પથ્થરથી તોડીને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. હાલમાં વડોદરાના ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ આખી રાત ઊંઘ્યા નહોતા અને આખી રાત પડખા ફેરવ્યા હતા. ત્રણેય આરોપીઓને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો.
આથી આજે પોલીસ આરોપીઓને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી છે. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. પોલીસ કેમેરાથી અન્ડરવોટર સર્ચ કરી રહી છે. આજે 9 ઓક્ટોબરે સવારે 11:20 વાગ્યે તાલુકા પોલીસની ટીમ આરોપીઓને લઈને વડસર વિશ્વામિત્રી નદી ખાતે આવવા નીકળી હતી, 11 અને 38 મિનિટે આરોપીને લઈને વિશ્વામિત્રી નદી પાસે તપાસ કરી હતી, બપોરે 12.15 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમે અન્ડરવોટર કેમેરાની મદદથી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલની શોધ શરૂ કરી હતી અને હાલ શોધખોળ ચાલુ છે.પોલીસે આરોપીએ જ્યાં પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડ્યો હતો તેની આસપાસ પથ્થર પણ આરોપીએ બતાવ્યા હતા. આરોપી શાહરૂખ સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પથ્થરની પણ તપાસ કરી છે. ફાયર બ્રિગેડની ટીમે વિશ્વામિત્રી નદીમાં બોટ ઉતારી હતી.મગરની વચ્ચે ફાયરબ્રિગેડ મોબાઈલ શોધી રહી છે.
વડોદરાના છેવાડે આવેલા ભાયલી ગામમાં થયેલા ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને ગઈકાલે(8 ઓક્ટોબર,2024) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાલ આરોપીના રિમાન્ડ ચાલી રહ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે 12:30 વાગ્યે તાંદલજા વિસ્તારમાં આવેલા આરોપીઓના ઘરે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ ઉપરાંત તાંદલજા ગામને કોર્ડન કરી સીસીટીવી તપાસ કરી હતી અને ત્રણથી ચાર ડીવીઆર કબ્જે કર્યા હતા. આ ઉપરાંત મોડીરાત્રે આરોપીઓના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.સગીરા સાથે હેવાનિયત આચરનારા ત્રણેય આરોપીને ઓળખપરેડ માટે આજે (8 ઓક્ટોબર) સવારે વડોદરા ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા. એ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માગવા માટે રજૂ કર્યા હતા. આ તપાસ માટે બનાવાયેલી SITએ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.
જોકે કોર્ટે 10 ઓક્ટોબર સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન કોર્ટમાં હાજર લોકોએ બેફામ અપશબ્દો બોલી આરોપીઓને ફટકાર્યા હતા. આ હવસખોરોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં પોલીસના પગે પાણી આવી ગયાં હતાંવડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
આ પણ વાંચો: સુરતમાં BRTS બસે સર્જયો અકસ્માત
આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત
આ પણ વાંચો: રાજકોટ, આણંદ અને સુરતમાં અકસ્માતઃ એકનું મોત
