Amreli News/ નર્મદાનું પાણી હવે અમરેલીના છેવાડાના ગામો સુધી: સનાળામાં નવા વાલ્વનું લોકાર્પણ

અમરેલીના કુંકાવાવ તાલુકાના સનાળામાં સૌની યોજના (Amreli Sauni Yojana) હેઠળ રૂ.2.24 કરોડના સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરાયું. પાંચ ગામોની 200 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.

Gujarat Top Stories Breaking News
Amreli Sauni Yojana: સનાળામાં રૂ.2.24 કરોડના વાલ્વનું લોકાર્પણ

Amreli News: અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળા ગામમાં સૌની યોજના (Amreli Sauni Yojana) લિંક-4ના પેકેજ-6 હેઠળ રૂ.2.24 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ન્યુ સ્કાવર વાલ્વનું (Sanala Scour Valve) લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ વાલ્વનું લોકાર્પણ કરાયું હતું. આ વાલ્વ કાર્યરત થતાં સનાળા સહિત આસપાસનાં ગામોની આશરે 200 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.

Amreli Sauni Yojana: પાંચ ગામનાં તળાવો અને ચેકડેમમાં પહોંચશે પાણી

સૌની યોજનાના પાણીથી નાની કુંકાવાવ, મોટી કુંકાવાવ, સનાળા, જૂના બાદનપુર અને નવા બાદનપુરનાં તળાવો તથા ચેકડેમ ભરવામાં આવશે. આ કામગીરી સૌની યોજનાની હયાત પાઇપલાઇન પર કરવામાં આવી છે. વાલ્વ શરૂ થવાથી વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા મળશે.

ખેડૂતોને સિંચાઈ માટે મળશે રાહત

લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ (Kaushik Vekariya) જણાવ્યું હતું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની વાત હવે હકીકત બની રહી છે. નવા સ્કાવર વાલ્વના કાર્યરત થવાથી વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પાણી મળી શકશે. અમરેલી, કુંકાવાવ અને વડીયા વિસ્તારનાં ગામોમાં તાજેતરમાં તળાવો ઊંડા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે અને ભૂગર્ભ જળસ્તરમાં (Irrigation Water) પણ વધારો થયો છે.

લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત

આ પ્રસંગે કુંકાવાવ તાલુકા પંચાયતના હોદ્દેદારો, અગ્રણી પી.વી. વસાણી, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ, સનાળા સહિતનાં ગામોના સરપંચો, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: SG હાઇવેના ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોરનું 9 નવેમ્બરે લોકાર્પણ, અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે

આ પણ વાંચો: PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

આ પણ વાંચો: ભીલડીમાં PM મોદીએ કર્યા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ, ખેડૂતો અને પશુપાલકોને મોટી ભેટ