Ahmedabad News/ અમદાવાદમાં પત્નીના આડાસંબંધની શંકા દૂર કરવા પતિએ રૂ.80 હજારમાં જાસૂસ રાખ્યો, કાફેના ફોટા મળતાં વિવાદ

Ahmedabad Doctor Dispute: અમદાવાદમાં ડોક્ટર પતિએ પત્નીની ગતિવિધિઓ પર નજર રાખવા રૂ.80 હજાર ખર્ચીને ખાનગી જાસૂસ રાખ્યો હતો. કાફેના ફોટા મળતાં વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો હતો. અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Doctor Dispute: અમદાવાદમાં પત્ની પર શંકા જતાં પતિએ રૂ.80 હજારમાં જાસૂસ રાખ્યો

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદના બે અલગ કિસ્સા સામે આવ્યા (Ahmedabad Doctor Dispute) છે. એક કિસ્સામાં ડોક્ટર પતિએ પત્નીના બદલાયેલા વર્તનને પગલે તેની ગતિવિધિઓ પર નજર રાખવા રૂ.80 હજાર ખર્ચીને ખાનગી જાસૂસની મદદ લીધી હતી. જાસૂસે કાફેમાં અન્ય વ્યક્તિ સાથેના ફોટોગ્રાફ્સ આપતાં બંને વચ્ચે વિવાદ થયો હતો અને મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો. જોકે, 181 મહિલા અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Doctor Dispute: પત્ની પર શંકા જતાં રૂ.80 હજારમાં જાસૂસ રાખ્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રહેતા એક ડોક્ટરને છેલ્લા કેટલાક સમયથી પત્નીના વર્તનમાં ફેરફાર જણાતો હતો. આથી તેમને પત્ની પર શંકા ગઈ હતી. પત્નીનો મોબાઈલ ચેક કરવા છતાં સોશિયલ મીડિયાની કોઈ હિસ્ટ્રી મળી નહોતી.

આખરે પોતાની શંકાની ખાતરી કરવા માટે ડોક્ટર પતિએ રૂ.80 હજારની ફી ચૂકવી ખાનગી જાસૂસની મદદ લીધી (Private Detective Ahmedabad) હતી. જાસૂસે તપાસ દરમિયાન પત્ની એક કાફેમાં અન્ય વ્યક્તિને મળવા ગઈ હોવાના ફોટોગ્રાફ્સ મેળવી પતિને આપ્યા હતા.

ફોટા મળતાં વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો

ફોટોગ્રાફ્સ મળ્યા બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ પત્નીએ 181 મહિલા અભયમ (181 Abhayam Helpline)ની મદદ માગી હતી.

અભયમની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરતાં પત્નીએ પતિ ઘરમાં પૂરતો સમય આપતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેણે શરૂઆતમાં ફોટોગ્રાફ્સ AIથી બનાવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, વધુ પૂછપરછ દરમિયાન ફોટોગ્રાફ્સ સાચા હોવાનું સ્વીકાર્યું હોવાની માહિતી સામે આવી છે. પતિ તરફથી પૂરતો સમય ન મળતાં તે ભાવનાત્મક રીતે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

અભયમની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કર્યું

અભયમની ટીમે પતિ-પત્નીને પરસ્પર સમજણ, વિશ્વાસ અને એકબીજાને પૂરતો સમય આપવાની સલાહ આપી હતી. માત્ર શંકા અને સોશિયલ મીડિયા ચેટના આધારે સંબંધ તોડી નાખવાને બદલે વાતચીતથી સમસ્યા ઉકેલવા સમજાવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ બંને વચ્ચેનો વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી ઓળખાણ બાદ યુવતીને ત્રાસ આપ્યાનો આરોપ

બીજા કિસ્સામાં અમદાવાદની 24 વર્ષીય યુવતી આશરે દોઢ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરિવારના વિરોધ છતાં યુવતી ઘર છોડીને યુવક સાથે રહેવા લાગી હતી અને બાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા (Instagram Relationship Case) હતા.

જોકે, થોડા સમય બાદ યુવકનું વર્તન બદલાયું હોવાનો યુવતીનો આક્ષેપ છે. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. યુવતીના જણાવ્યા મુજબ, યુવક તેને નશાની દવાઓ આપીને લાંબા સમય સુધી અર્ધબેભાન અવસ્થામાં રાખતો અને તેની સાથે બળજબરી કરતો હતો. યુવતીએ વિરોધ કરતાં યુવકે પોતે અગાઉ પણ અનેક યુવતીઓ સાથે સંબંધમાં રહ્યો હોવાનું કહ્યું હોવાનો આક્ષેપ છે.

યુવતીને માનસિક રીતે ડરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોવાની ફરિયાદ સામે આવી હતી. સતત માનસિક અને શારીરિક ત્રાસથી યુવતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

181 અભયમની ટીમે યુવતીને મદદ કરી

આ દરમિયાન એક જાગૃત નાગરિકે યુવતીની સ્થિતિ અંગે 181 મહિલા અભયમને જાણ કરી હતી. માહિતી મળતાં ટીમે સ્થળ પર પહોંચી યુવતીને મદદ કરી હતી. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવતીના માતા-પિતાને પણ બોલાવીને સમજાવવામાં આવ્યા હતા.

યુવતીએ યુવક સામે ફરિયાદ ન કરવાની અને માતા-પિતા સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અભયમની ટીમે તેને સુરક્ષિત રીતે પરિવાર સાથે મોકલી હતી.


આ પણ વાંચો: બોટાદ ઉગામેડીમાં આડાસંબંધની શંકામાં યુવકની હત્યા, પત્નીના પ્રેમીની હત્યાનો આરોપી ઝડપાયો

આ પણ વાંચો: પ્રેમલગ્ન બાદ HCની વકીલ પત્ની છોડી જતાં આડાસંબંધની શંકામાં ક્લાર્કને ઉડાવવા પાર્સલ મોકલ્યું

આ પણ વાંચો: મોરબીમાં ભાઈબીજ લોહિયાળ બની,આડાસંબંધોના વહેમમાં પત્નીની હત્યા