Rajkot News: રાજકોટમાં વૃદ્ધાને અડફેટે લઈને વાહનચાલક ફરાર થઈ ગયો છે. નબીરાએ વૃદ્ધાને ચાર કિ.મી. સુધી ગાડી નીચે ઢસડી હતી. 65 વર્ષના વિજયાબેન બથવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા. તેમનું મોત થતાં માનસિક રીતે અસ્થિર દીકરાએ માતા ગુમાવી હતી. રાજકોટનો આ વાહનચાલક અને નબીરા કોણ છે તે મોટો સવાલ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર એસટી બસનો અકસ્માત થયો હતો. લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો હતો. કાનપરના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ડ્રાઇવર અને કંડક્ટર સહિત સાત વ્યક્તિને ઇજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરથી દાહોદ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સૌરાષ્ટ્ર ઉપરાંત આણંદમાં બેડવા નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિ ઇજા થઈ હતી. ટ્રકની સાથે ટ્રક અથડાતા ટ્રકની કેબિનમાં આગ લાગી હતી. અકસ્માતના લીધે એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પર કાબૂ મેળવ્યો હતો અને રોડ શરૂ કર્યો હતો. પંજાબની ખાલી કાચની બોટલો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ ઘટના બની હતી.
દક્ષિણ ગુજરાતમાં સુરતના અલથાણામાં અકસ્માત સર્જાયો હતો. ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો તો. ફુલ સ્પીડમાં આવતી ઓડી કારે અકસ્માત સર્જયો હતો. કાર ડ્રાઇવર નશામાં હોવાનું સામે આવ્યું હતું. તેમણે રોડની સાઇડમાં બેઠેલાઓને હડફેટમાં લીધા હતા. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે લોકોને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે બેને હોસ્પિટલ ખસેડવામાંવ્યા હતા. કાર ચાલક રિન્કેસ બાટિયાને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. અલથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જો કે, લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો.
અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
ગત મોડી રાતે (11 જુલાઈ) વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (જીજે-05 આરટી-5550) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો.
ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો