Surat/ લોકોને બચાવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે વિદ્યાર્થીને ઉડાવ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

હોળીના દિવસે સરથાણામાં ફોઇના ઘરેથી કાકાના ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીને સીમાડંકા BRTS રોડ પર રઘુકુલ ચોકડી પાસે એમ્બ્યુલન્સના ચાલકે ટક્કર મારી હતી. મૃતક વિદ્યાર્થી…

Top Stories Gujarat Surat
Ambulance runs over Student

Ambulance runs over Student: હોળીના દિવસે સરથાણામાં ફોઇના ઘરેથી કાકાના ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીને સીમાડંકા BRTS રોડ પર રઘુકુલ ચોકડી પાસે એમ્બ્યુલન્સના ચાલકે ટક્કર મારી હતી. મૃતક વિદ્યાર્થી અમદાવાદમાં CAનો અભ્યાસ કરતો હતો. CAની પરીક્ષાનું કેન્દ્ર સુરત હોવાથી મૃતક તેના કાકાના ઘરે રહેતો હતો. બીજી તરફ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

ભૂતકાળમાં પણ BRTS રૂટ પર અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે સુરતમાં પણ આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા તાલુકાના નવી હળીયાદ ગામે રહેતો અનિલ રાજેશ ગોધાણી અમદાવાદમાં CAનો અભ્યાસ કરતો હતો. અનિલની CAની પરીક્ષા સુરતમાં હોવાથી તે સુરતમાં તેના કાકા કુમન ગોધાણીના ઘરે રોકાયો હતો. ત્યારબાદ બુધવારે સજે સરથાણામાં BRTS રોડ ક્રોસ કરતી વખતે અનિલને અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે યુવક BRTS રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને તે દરમિયાન પવનની ઝડપે એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ હતી અને એમ્બ્યુલન્સની ટક્કર વાગતાં તે નીચે પડી ગયો હતો. જેમાં તેના માથા તેમજ હાથ-પગના ભાગે ઈજાઓ થઈ છે. બીજી તરફ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ/ કિંજલ દવેનું તૂટ્યું દિલ, સગાઈ તૂટવાનું કારણ બની ભાઈની લાડી

આ પણ વાંચો: H3n2 Virus/ શું H3N2 વાયરસ જીવલેણ બની શકે? ભારતમાં વાયરલ તાવને કારણે પ્રથમ મૃત્યુ

આ પણ વાંચો: Arvalli/ અરવલ્લી જિલ્લામાં મેશ્વો જળાશયમાંથી પાણી છોડાવા માટે રામધૂન બોલાવી