પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં DSPની કારની બાજુમાં ઉભો હતો ફિદાયીન,હુમલાનો વીડિયો આવ્યો સામે,જુઓ વીડિયો

પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં શુક્રવારે એક ફિદાયને પોતાની જાતને ઉડાવી દીધી હતી

Top Stories World
11 3 1 બલૂચિસ્તાનમાં DSPની કારની બાજુમાં ઉભો હતો ફિદાયીન,હુમલાનો વીડિયો આવ્યો સામે,જુઓ વીડિયો

પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં શુક્રવારે એક ફિદાયને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં ડીએમ નવાઝ ગશકોરી સહિત 54 લોકોના મોત થયા હતા, જ્યારે 92 લોકો ઘાયલ થયા હતા. આ આત્મઘાતી હુમલાનો વીડિયો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ફિદાઈન ડીએસપી નવાઝની કારની બાજુમાં ઉભો હતો. પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી. તે સમયે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકત્ર થઈ રહ્યા હતા.

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ હુમલા બાદ તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. 30 મૃતદેહોને નવાબ ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, 19 મૃતદેહોને DHQ હોસ્પિટલ મસ્તુંગ લાવવામાં આવ્યા હતા. પાંચ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ક્વેટામાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અલી મર્દાન ડોમકીએ અધિકારીઓને વિસ્ફોટ માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે. વચગાળાના ગૃહ પ્રધાન સરફરાઝ અહેમદ બુગતીએ વિસ્ફોટની સખત નિંદા કરી હતી અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. ઘાયલોને સરકાર દ્વારા સારવાર આપવામાં આવશે. બલૂચિસ્તાનમાં ત્રણ દિવસનો શોક મનાવવામાં આવશે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.