દેવભૂમિ દ્વારકા/ ભાણવડમાં તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર, પાપ છુપાવવા કૃત્ય!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ મા તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

Top Stories Gujarat Others
તાજું જન્મેલું બાળક
  • દ્વારકામાં માનવતાને શર્મશાર કરતો બનાવ
  • તાજુ જન્મેલુ બાળક ત્યજેલી હાલતમાં મળ્યુ
  • ભાણવડના સણખલા ગામ પાસેથી મળ્યુ બાળક

Devbhumi Dwarka News: બાળકોને તરછોડવાના બનાવો બેફામ વધી રહ્યા છે. તેમાં તાજા જન્મેલા બાળક-બાળકીઓને ત્યજવાની ઘટનાઓ એકપછી એક બની રહી છે. દેવભૂમિ દ્વારકામાં રુવાડા ઊભા કરી દે તેવા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા તાજુ જન્મેલ બાળકને ત્યજી દેતાં આ બાળક મળી આવ્યું છે. બાળક મળવાની ઘટના બાદ આ કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ મા તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડ તાલુકાના સણખલા ગામે તાજું જન્મેલા બાળકને ત્યજી દેવતા એમ્બ્યુલન્સ મારફતે બાળકને ભાણવડની હોસ્પિટલ લાવવામાં આવ્યું છે. ભાણવડ હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જામનગર રીફર કરાયું છે.ભાણવડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ભાણવડમાં તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર, પાપ છુપાવવા કૃત્ય!


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ