“જ્યાં જ્યાં વશે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,” પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં જ ગુજરાતી ભાષાનો પ્રયોગ ના થવા ને કારણે અનેક લોકો હેરાનગતી ભોગવી રહ્યા છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી ગુજરાતી ભાષામાં કરવા અંગે ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અનુસંધાને હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર આપશે. ૭૧મ પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
ગુજરાત શિક્ષણ પરિષદની રજૂઆત કરી છે કે ગુજરાતની સાડા છ કરોડની પ્રજામાંથી છ કરોડ પ્રજાને અંગ્રેજી આવડતું નથી માટે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતમાં થવી જોઈએ. અંગ્રેજી આવડતુ ન હોય તેવા લોકો હાઇકોર્ટમાં આવે છે, ત્યારે અંગ્રેજીમાં ચાલતી કાર્યવાહીથી તે ગભરાઇ જાય છે.
પોતાના જ કેસમાં વકીલો અને જજીસ શું બોલે છે તેની તેમને જાણ થતી નથી. એક તરફ વકીલો તેમની પાસેથી ઊંચી ફી વસૂલે છે પરતું તેમના વતી તે કોર્ટમાં શું રજૂઆત કરે છે તે જાણવાનો પણ તેમને અધિકાર રહેતો નથી.
અંગ્રેજીમાં તૈયાર થતી એફિડેવિટમાં શું લખ્યું છે તેની ખબર ન પડવા છતાં તેમાં સહી કરવી પડે છે. માત્ર અંગ્રેજી ભાષા નહી આવડતી હોવાથી લોકો હેરાન પરેશાન બની જાય છે. દરેક દેશમાં પોતાની માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી ચાલે છે, તો પછી ગુજરાતમાં અંગ્રેજીમાં ચલાવવાનો આગ્રહ શું કામ રાખવામાં આવે છે?
વકીલો દ્વારા અસીલોને ટ્રાન્સલેશનના કોઈ દસ્તાવેજો પણ આપવામાં આવતા નથી. જેના કારણે વકીલ જે દસ્તાવેજ ઉપર સહી કરવાનું કહે તેમાં શું લખાણ લખ્યું છે તે જાણ્યા વગર જ સહી કરવી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
