વડોદરા/ શ્વાનના કારણે બાઇક ચાલકનો અકસ્માત, ડરામણા CCTV આવ્યા સામે

વડોદરામાં શ્વાનના કારણે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. જુનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે રખડતા શ્વાનના કારણે બાઈક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Vadodara
અકસ્માત

વડોદરામાં શ્વાનના કારણે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. જુનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે રખડતા શ્વાનના કારણે બાઈક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. શ્વાન બાઈક ચાલકની પાછળ ભાગતા ચાલક ડરી ગયો હતો જેથી તેને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો.જ્યારે અકસ્માતમાં પરેશ જીંગર નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આપને જણાવી દઈએ કે, જૂનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે ગઈકાલે વહેલી સવારે પૂરપાટ ઝડપે જતાં બાઈકચાલકનો અકસ્માત થયો હતો. શ્વાન બાઈકચાલક પાછળ દોડતાં ચાલક ડરી ગયો હતો. બાઈકચાલક પરેશ જીંગરને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં પરેશ જીંગરને માથા, પાંસળીઓ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજમાાં જોઇ શકાય છે કે, શ્વાન પાછળ દોડતાં કેવી રીતે બાઇકચાલક ડરી જાય છે અને પૂરપાટ સ્પીડે જતાં સ્પીડ બ્રેકર ન દેખતાં તેનું સંતુલન બગડે છે. બેલેન્સ બગડતાં બાઇકચાલક પટકાય છે. યુવાન બાઇક પરથી પડી જાય છે અને રસ્તા પર પટકાય છે. બે-ચાર ગુલાંટ ખાઇ જતાં યુવાને માથા, પાંસળી અને ખભાના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત

આ પણ વાંચો:અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે, ઋષિકેશ પટેલે આપ્યું કારણ

આ પણ વાંચો:મોટા વરાછા ખાતે 450 બેડની હોસ્પિટલનું નિર્માણ, ઓછા ખર્ચે મળશે સુવિધા

આ પણ વાંચો:પ્રેમી સાથે મળીને માતાએ બે વર્ષના પુત્રની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરી હત્યા