ગુજરાત વિધાનસભા અધ્યક્ષ/ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ

ગુજરાતની 15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. તેના પગલે સરકારે હવે વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કર્યુ છે.

Top Stories Gujarat
Shankar ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ

ગુજરાતની 15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. તેના પગલે સરકારે હવે વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કર્યુ છે. શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાના થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ 15મી વિધાનસભાના વિધાનસભા અધ્યક્ષ બનશે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ પંચમહાલની શહેરા બેઠકના વિધાનસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતા. આ ઉપરાંત  વિધાનસભાના અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ દાદાની સરકાર બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યો હતો, પરંતુ હવે ગુરુવારે આ ચર્ચાનો અંત આવ્યો છે.