Not Set/ શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઇન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ઓમિક્રોન વાઇરસના સંક્રમણની ઝડપ વધારે છે પણ તેનાથી ભયભીત થવાનું કોઈ કારણ નથી.

Top Stories India
ઓમિક્રોન

ઓમિક્રોન ભલે ઝડપી રહ્યો.પરંતુ ભયભીત થવાની જરૂર નથી.કારણ કે એક વર્ષ પહેલાની તુલનાએ વિશ્વ હાલ કોઇપણ વેરિયેન્ટનો સામનો કરવા વધુ તૈયાર છે.આ નિવેદન છે વિશ્વ આરોગ્ય સંસ્થાના સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથનનું.તો બીજી તરફ આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે વેક્સિનનેશનને કારણે ભારતમાં ઓમિક્રોનની અસર ઓછી રહેશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં નોંધાયો પ્રથમ કેસ

શુક્રવારે ઓમિક્રોન મુદ્દે બે રાહતના સમાચાર આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઇન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ઓમિક્રોન વાઇરસના સંક્રમણની ઝડપ વધારે છે પણ તેનાથી ભયભીત થવાનું કોઈ કારણ નથી. એક વર્ષ પહેલાની તુલનામાં અત્યારે વિશ્વ કોઈપણ નવા વેરિયન્ટનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છે.

ડબલ્યુએચઓના પ્રવકત્તા ક્રિસ્ટીન લિન્ડમીરરે કહ્યું હતું કે અત્યાર સુધી ઓમિક્રોનથી મોતના અહેવાલો આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે વેરિયન્ટ ઑફ કન્સર્ન ઓમિક્રોનને લઈને ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બીજું મહત્ત્વનું નિવેદન કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયનું છે.આરોગ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરી જણાવ્યું કે ભારતમાં રસીકરણની ઝડપ વધારે હોવાને કારણે ઓમિક્રોન વેરિયન્ટની અસર દેશમાં ઓછી રહેશે.

આ પણ વાંચો :ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ટીમ ઈન્ડિયા કરશે દ.આફ્રિકાનો પ્રવાસ, BCCI એ કરી જાહેરાત

નિવેદનમાં જો કે જણાવાયું છે કે નવા વેરિયન્ટને લઈને વૈજ્ઞાનિક તારણોની રાહ જોવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે  કર્ણાટકના બેંગાલુરુમાં બે લોકોમાં ઓમિક્રોન વાયરસની પુષ્ટિ થઇ ચૂકી છે.તો બીજી તરફ જયપુરમા એક જ પરિવારના 9 સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. આ નવમાંથી ચાર લોકો દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા.

કેનેડામાં ઓમિક્રોન વાઇરસના 11 કેસ નોંધાયા છે. ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર ટેરેસા ટેમના જણાવ્યા પ્રમાણે પોઝિટિવ આવેલા તમામ લોકો વિદેશથી કેનેડા આવ્યા હતા. આ તરફ મેક્સિકોમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે.

આ પણ વાંચો :બકરાના હિંદુ રીત-રિવાજ મુજબ કર્યા અંતિમસંસ્કાર, શબયાત્રા પણ નિકાળવામાં આવી

જીનોમ સિક્વેન્સિંગ… સૌથી વધુ સિક્વેન્સિંગ મહારાષ્ટ્રમાં, અનેક રાજ્ય સેમ્પલ નથી મોકલતાં. ભારતમાં જીનોમ સિક્વેન્સિંગ થઈ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી સહિત પાંચેક રાજ્યને છોડીને જીનોમ સિક્વેન્સિંગ ખૂબ ઓછું છે. અનેક રાજ્યોએ તો સિક્વેન્સિંગ માટે સેમ્પલ લેવાનું પણ બંધ કરી દીધું છે. ફક્ત મહારાષ્ટ્ર એવું રાજ્ય છે, જ્યાં કુલ સિક્વેન્સિંગ 10 હજારથી વધુ છે. આમ છતાં એ કુલ કેસના 1% પણ સિક્વેન્સિંગ નથી કરી શક્યું. નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યા પછી ફરી જીનોમ સિક્વેન્સિંગ પર ભાર મુકાઈ રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવા કહ્યું હતું. આ સાથે કુલ ટેસ્ટમાં આરટી-પીસીઆર વધારવાનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :ઓમિક્રોન અંગે એશિયા-પેસિફિક દેશોને ચેતવણી

આ પણ વાંચો :શું કોલસાનો અંત ખરેખર નજીક છે?