Not Set/ મ્યાનમાર-ભારત બોર્ડર પાસે નોંધાયો 5.5ની તીવ્રતાનો ભૂકંપ

આજે બપોરે મ્યાનમાર-ભારત બોર્ડર પાસે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.5 મેગ્નીટ્યુડની નોંધાઈ હતી. આ ભૂકંપ અરુણાચલ પ્રદેશનાં નામપોંગથી 79 કિલોમીટર દૂર,બપોરે 3:47 વાગ્યે રેકોર્ડ થયો હતો. An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Myanmar-India (Arunachal Pradesh) Border Region at 3:47 IST today.— ANI (@ANI) November 28, 2018 ઇન્ડિયા […]

Top Stories India
myanmar map મ્યાનમાર-ભારત બોર્ડર પાસે નોંધાયો 5.5ની તીવ્રતાનો ભૂકંપ

આજે બપોરે મ્યાનમાર-ભારત બોર્ડર પાસે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.5 મેગ્નીટ્યુડની નોંધાઈ હતી. આ ભૂકંપ અરુણાચલ પ્રદેશનાં નામપોંગથી 79 કિલોમીટર દૂર,બપોરે 3:47 વાગ્યે રેકોર્ડ થયો હતો.

ઇન્ડિયા મીટોરોલોજીકલ ડીપાર્ટમેન્ટ (IMD)નાં જણાવ્યાં મુજબ, આ ભૂકંપની ધ્રુજારી 27.3 ડીગ્રી નોર્થ અક્ષાંશ અને 96.9 ડીગ્રી ઈસ્ટ રેખાંશ પર 10 કિમીની ઊંડાઈએ જોવા મળી હતી.

મ્યાનમાર-ભારત બોર્ડર આસપાસનાં વિસ્તારમાં આ ભૂકંપનાં આંચકાનો અનુભવ થયો હતો જેમાં દિબ્રુગઢ ઈસ્ટ, દીમાપુર, ઇમ્ફાલ, નામપોંગ વગેરે શહેર શામેલ છે.

આ ભૂકંપ અંગે વધુ માહિતી મળવાની રાહ જોવાઈ રહી છે.