Not Set/ મહારાષ્ટ્ર/ રામદાસ આઠવલેની શિવસેનાને સલાહ,- દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને આદિત્ય ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન બનાવા જોઈએ

વર્ષ 2019 માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી અને તેની સાથી શિવસેના રાજ્યમાં ફરી એકવાર તેમની સરકાર બનાવશે. આ દરમિયાન શિવસેનાના ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો વારંવાર માંગ કરી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર  આદિત્ય ઠાકરે, જેણે ચૂંટણીમાં પ્રથમ વખત વિજય મેળવ્યો હતો, તેમને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. આ અંગે […]

Top Stories India
રામદાસ અઠવ્લે મહારાષ્ટ્ર/ રામદાસ આઠવલેની શિવસેનાને સલાહ,- દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને આદિત્ય ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન બનાવા જોઈએ

વર્ષ 2019 માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી અને તેની સાથી શિવસેના રાજ્યમાં ફરી એકવાર તેમની સરકાર બનાવશે. આ દરમિયાન શિવસેનાના ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો વારંવાર માંગ કરી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર  આદિત્ય ઠાકરે, જેણે ચૂંટણીમાં પ્રથમ વખત વિજય મેળવ્યો હતો, તેમને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે.

આ અંગે ભાજપ-શિવસેના જોડાણમાં રહેલા કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) ના વડા રામદાસ આઠવલેએ કહ્યું છે કે, ‘મને નથી લાગતું કે ભાજપ 50-50 ફોર્મ્યુલાના આધારે સીએમ પદ માટે સંમત થશે. આઠાવલેએ વધુમાં કહ્યું કે, જોકે, નાયબ મુખ્યમંત્રી પદ શિવસેનાને પાંચ વર્ષ માટે આપી શકાય છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે શિવસેનાના આદિત્ય ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન પદ આપવું જોઈએ અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદ સંભાળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2019 માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ મળીને ચૂંટણી લડી હતી અને 288 સભ્યોની વિધાનસભા બેઠક પર 161 બેઠકો જીતી હતી. ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો મળી છે. તે જ સમયે એનસીપીને 54, કોંગ્રેસને 44 અને મનસેને 1 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.