Not Set/ અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

એક યુવતી લંડનથી અમદાવાદ આવી છે જે કોરોના પોઝિટિવ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. તેનામાં આ નવો વેરિઅન્ટ તો નથી તેની ખાતરી માટે તેના સેમ્પલને પુણે ખાતે મોકલવામાં આવેલ છે.

Ahmedabad Top Stories Gujarat
લંડનથી અમદાવાદમાં આવી યુવતી
  • લંડનથી અમદાવાદ આવેલ યુવતીને કોરોના
  • ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ પુણે મોકલાયા
  • ફ્લાઇટમાં આવેલ અન્ય મુસાફરોના કરાયા ટેસ્ટ
  • તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા
  • યુવતી હાલ કરમસલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • શુક્રવારે યુવતી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી

દક્ષિણ આફ્રિકાથી સમગ્ર દુનિયામાં ફેલાયેલો કોરોનાનો નવો વેરિઅન્ટ (Omicron) હવે ભારતમાં પણ પ્રવેશ કરી ચુક્યો છે. આ વેરિઅન્ટનો પહેલો કેસ કર્ણાટકમાંથી સામે આવ્યો હતો, જે બાદ હવે ગુજરાતનાં જામનગરમાં પણ આ કેસની પુષ્ટી થઇ ગઇ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, લંડનથી અમદાવાદ આવેલી એક યુવતીને ઓમિક્રોન હોવાની સંભાવનાઓ છે. જો કે હજુ સુધી તેની પુષ્ટી થઇ નથી.

11 2021 12 04T145515.218 અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં ઓમિક્રોનનો કેસ નોંધાઇ ચુક્યો છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલ દર્દીનો કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં લોકો ફફડી ગયા છે. હવે આ વચ્ચે એક યુવતી લંડનથી અમદાવાદ આવી છે જે કોરોના પોઝિટિવ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. તેનામાં આ નવો વેરિઅન્ટ તો નથી તેની ખાતરી માટે તેના સેમ્પલને પુણે ખાતે મોકલવામાં આવેલ છે. યુવતી જે ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવી હતી તે ફ્લાઇટનાં તમામ મુસાફરોનાં પણ ટેસ્ટ કરાયા છે. આ તમામ મુસાફરોનાં RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ યુવતી તાજેતરમાં કરમસલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવતી શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.

11 2021 12 04T145700.687 અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

આ પણ વાંચો – રાહતની વાત / શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

શા માટે ખતરનાક છે કોરોનાનું Omicron વેરિઅન્ટ?

ચીનમાંથી પૈદા થયેલો કોરોના વાયરસ શરૂઆતમાં તેના નોર્મલ વર્તન સાથે લોકોને અસર કરી રહ્યો હતો. પણ જેમ- જેમ તેનો ફેલાવો વધતો ગયો તેમ-તેમ આ વાયરસ મ્યુટેટ થઇને વધારે ઘાતક બનતો ગયો. ભારતમાં બીજી લહેરમાં તમે જે તબાહી જોઇ તે ડેલ્ટા વેરિઅન્ટની હતી અને તેની ઝપટમાં અત્યારે દુનિયાનાં 90 થી વધારે દેશો આવી ગયા છે. જ્યા સ્થિતિ દયનિય છે. અત્યાર સુધી સૌથી ઘાતક ડેલ્ટા+ વેરિઅન્ટ માનવામાં આવતો હતો, તેના સ્પાઇક પ્રોટિન 18 વાર મ્યુટેટ થયા હતા. જ્યારે Omicron નાં સ્પાઇટ પ્રોટિન 50 થી વધુ વખત મ્યુટેટ હોવાનુ વૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યુ છે. અને એટલા માટે કોરોનાનું આ નવુ વેરિઅન્ટ Omicron વધારે સંક્રાત્મક માનવામાં આવી રહ્યુ છે.