India-Pak World Cup Match/ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉન્માદ, ચિચિયારીઓ કરતાં સ્ટેડિયમમાં એન્ટ્રી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ સવારે દસ વાગ્યે ખૂલી ગયા છે. લોકોમાં હાઇવોલ્ટેજ મેચને લઈને જબરજસ્ત ઉન્માદ છે. સ્ટેડિયમના દરવાજા ખૂલવાની સાથે જ પ્રેક્ષકોએ ચિચીયારીઓ કરતાં રીતસરનો અંદર ધસારો કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat India Sports
YouTube Thumbnail 14 5 મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉન્માદ, ચિચિયારીઓ કરતાં સ્ટેડિયમમાં એન્ટ્રી

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ સવારે દસ વાગ્યે ખૂલી ગયા છે. લોકોમાં હાઇવોલ્ટેજ મેચને લઈને જબરજસ્ત ઉન્માદ છે. સ્ટેડિયમના દરવાજા ખૂલવાની સાથે જ પ્રેક્ષકોએ ચિચીયારીઓ કરતાં રીતસરનો અંદર ધસારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા સૌથી વધુ 1.32 લાખ પ્રેક્ષકોની છે. આજે ભારત-પાકિસ્તાન મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ પૂરેપૂરુ ભરાઈ જાય તેમ માનવામાં આવે છે.

મેચ પૂર્વે 12.30 વાગ્યે મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. 1.30 વાગ્યે ટોસ થશે અને 2 વાગ્યે મેચ શરૂ થશે. સ્ટેડિયમની અંદર ટિકિટ, મોબાઇલ, પર્સ, ચશ્મા, કેપ, જરૂરી દવા, લાકડી વગરના ઝંડા લઈ જઈ શકાશે. જ્યારે ફટાકડા, પાણીની બોટલ, લેપટોપ/આઇપેડ, ઇલેક્ટ્રીક સિગારેટ, સૉફ્ટ ડ્રિંક, માચિસ, લાઇટર, છત્રી, હેલમેટ, પાવરબેન્ક, સેલ્ફી સ્ટીક, લેસર લાઇટ અને હોર્ન સ્ટેડિયમની અંદર લઈ જઈ શકાશે નહીં.

શ્રાદ્ધપક્ષ રજા લેવા કામમાં આવી ગયો

આ મેચ લાઇવ જોવા આવેલા અમદાવાદી જતીને જણાવ્યું હતું કે તે પોતે ક્રિકેટ શોખીન છે અને થોડા સમય પહેલા જ અમદાવાદમાં મેમાં રમાયેલી આઇપીએલની મેચો જોઈ છે. તેને ક્રિકેટનો આમ પણ જબરજસ્ત ક્રેઝ છે. તેમા પણ ભારત-પાકિસ્તાનની મેચ હોય તે ટીવી પર પણ અમે છોડતા નથી તો અમદાવાદમાં મેચ હોય તો તેને કેવી રીતે છોડીએ. તેણે છાતી ઠોકીને કહ્યું હતું કે તમે જોજો સ્ટેડિયમ તો બરોબર પેક થઈ જ જશે, પણ તેની સાથે બહાર પણ લોકો લાઇન લગાવીને ઊભા હશે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની અને તે પણ વર્લ્ડ કપની મેચ હોય તો તે કઈ રીતે ચૂકાય. તેણે કહ્યું ચોક્કસ મેં આના માટે રીતસર ઓફિસમાં રજા લઈ લીધી છે અને આ રજા પાછી શ્રાદ્ધના નામે લીધી છે.

આજે આનંદ, આવતીકાલે થાક ઉતારીશું

જ્યારે મેચ જોવા આવેલી મહિલા પ્રેક્ષક ઋતુજાએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચને લઈને તે ખૂબ જ રોમાંચિત છે. તે પોતે પણ ક્રિકેટ લવર છે. રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે. તે એકદમ કૂલ ગાય છે. તેણે સ્વીકાર્યુ હતું કે સ્ટેડિયમમાં મેચ જોવામાં આખો દિવસ તડકામાં તપવું પડશે, પણ મેચ અને તેમા પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચના ઉત્સાહ અને આનંદની સામે બધી તકલીફો ગૌણ છે. આવતીકાલે રવિવારે રજા છે, તેથી આજની મેચનો થાક આવતીકાલે ઉતારીશું.

મેચનો જોશ ફક્ત યુવાનોમાં જ છે તેવું માનવાની જરા પણ ભૂલ ન કરતા. 75 વર્ષના ભરત જાની પણ મેચ જોવા આવ્યા છે. તેમને પૂછવામાં આવ્યું કે દાદા આટલી ઉંમરે આટલી તકલીફ લેવાની શી જરૂર. તેમણે તેની સાથે જૂના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે એક જમાનો હતો જ્યારે અમે રેડિયો પર પણ કોમેન્ટ્રી સાંભળવાની તક જતી કરતા ન હતા, જ્યારે આ તો અમદાવાદમાં ઘરઆંગણે મેચ છે અને તે પણ ભારત અને પાકની તથા વર્લ્ડ કપની મેચ છે. ઉંમર તો ઉંમરનું કામ કરવાની જ છે, પણ શોખ થોડો જતો કરાય.

2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ

મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉન્માદ, ચિચિયારીઓ કરતાં સ્ટેડિયમમાં એન્ટ્રી


આ પણ વાંચોઃ India-Pak Weather/ હાશ, બચી ગયાઃ ભારત-પાક. મેચમાં વરસાદનું વિઘ્ન નહી નડે

આ પણ વાંચોઃ Operation Vijay/ ઓપરેશન અજય અવિરતઃ બીજી ફ્લાઇટ પણ પરત આવી

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ/ જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ખાસ પરવાનગી અરજી ફગાવી