Operation Vijay/ ઓપરેશન અજય અવિરતઃ બીજી ફ્લાઇટ પણ પરત આવી

ઓપરેશન અજયની બીજી ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેમને ઈઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 11 5 ઓપરેશન અજય અવિરતઃ બીજી ફ્લાઇટ પણ પરત આવી

નવી દિલ્હી: ઓપરેશન અજયની બીજી ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેમને ઈઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 447 ભારતીયોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ફ્લાઈટ શુક્રવારે રાત્રે ઉડાન ભરી હતી

ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઈટ શુક્રવારે રાત્રે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયેલ) રાત્રે 11.02 કલાકે ઉડાન ભરી હતી. ઈઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન ચાલુ રહેશે. ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો રહે છે.

પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો વતન પહોંચ્યા હતા અગાઉ, ઇઝરાયેલથી ભારતીય નાગરિકોની પરત ફરવાની સુવિધા માટે, પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટથી ભારત માટે રવાના થઈ હતી અને શુક્રવારે સવારે ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીય નાગરિકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વધુને વધુ તીવ્રતા પકડી રહ્યુ છે. આ યુદ્ધ ફક્ત ગાઝાપટ્ટી સુધી જ સીમિત ન રહેતા ઇઝરાયેલે હમાસના સમર્થક સીરિયા અને લેબનોન પર પણ હુમલા શરૂ કર્યા છે. તેથી આ યુદ્ધનો વ્યાપ વધતો જાય તેમ માનવામાં આવે છે. ઇઝારાયેલ હમાસને ખતમ કરીને ગાઝા પટ્ટી પર તેનો કબ્જો કરશે તે સુનિશ્ચિત મનાય છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇઝરાયેલમાંથી ભારતીયોને નીકાળવાનો પ્રારંભ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 ઓપરેશન અજય અવિરતઃ બીજી ફ્લાઇટ પણ પરત આવી


આ પણ વાંચોઃ Assembly Election 2023/ પ્રિયંકા ગાંધીના ચૂંટણી વાયદાને લઇને ભાજપ ચૂંટણી પંચને ફરિયાદ કરશે

આ પણ વાંચોઃ Assembly Election 2023/ પ્રિયંકા ગાંધીના ચૂંટણી વાયદાને લઇને ભાજપ ચૂંટણી પંચને ફરિયાદ કરશે

આ પણ વાંચોઃ  Worldcup/ વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારતથી 7 વાર હાર્યું…..ફરી એકવાર ઇન્ડિયા પાકિસ્તાને હરાવવા તૈયાર!