India-Pak Weather/ હાશ, બચી ગયાઃ ભારત-પાક. મેચમાં વરસાદનું વિઘ્ન નહી નડે

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં ખરાખરીનો જંગ જામવાનો છે, ક્રિકેટરસિકો મેચ જોવા આતુર બન્યા છે. બીજી તરફ હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

Gujarat India Sports
YouTube Thumbnail 13 5 હાશ, બચી ગયાઃ ભારત-પાક. મેચમાં વરસાદનું વિઘ્ન નહી નડે

અમદાવાદઃ આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં ખરાખરીનો જંગ જામવાનો છે, ક્રિકેટરસિકો મેચ જોવા આતુર બન્યા છે. બીજી તરફ હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તેમજ તાપમાન 35થી 37 ડીગ્રી સુધી રહેશે અને વાદળછાયું વાતાવરણની શક્યતા છે.

વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે બફારાનું પ્રમાણ વધુ રહી શકે છે. આથી પ્રેક્ષકોને પરસેવો વળશે, જોકે, આ વાતાવરણમાં સતત પાણી પીતા રહેવું યોગ્ય રહેશે.અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ 15 અને 16 ઓક્ટોબરે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના છે.

 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવના છે. આજથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં વરસાદની સંભાવના નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આખો દિવસ 35થી 37 ડીગ્રી તાપમાન રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો હવામાન પણ મેચ પર મહેરબાન રહેશે. તેથી ક્રિકેટ રસિકો જે રોમાંચ માટે આવ્યા છે તે રોમાંચ તેમને પૂરેપૂરો જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 હાશ, બચી ગયાઃ ભારત-પાક. મેચમાં વરસાદનું વિઘ્ન નહી નડે


આ પણ વાંચોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 8મી મેચ, આજે અમદાવાદમાં જામશે મહેફિલ

આ પણ વાંચોઃ Worldcup/ વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારતથી 7 વાર હાર્યું…..ફરી એકવાર ઇન્ડિયા પાકિસ્તાને હરાવવા તૈયાર!

આ પણ વાંચોઃ Ioc/ ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટનો ફરી સમાવેશ, બોર્ડમાં પ્રસ્તાવને આપી મંજૂરી