દુર્ઘટના/ પાકિસ્તાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બે મેજર સહિત છ સૈનિકોના મોત

પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં બલૂચિસ્તાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દર્દનાક અકસ્માતમાં પાકિસ્તાની સેનાના બે મેજર સહિત છ સૈનિકોના મોત થયા છે.

Top Stories World
પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં બલૂચિસ્તાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દર્દનાક અકસ્માતમાં પાકિસ્તાની સેનાના બે મેજર સહિત છ સૈનિકોના મોત થયા છે. જિયો ન્યૂઝ અનુસાર, આ ઘટના ગઈકાલે મોડી રાત્રે હરનાઈ જિલ્લાના ખોસ્ત શહેરની નજીક બની હતી. અહેવાલ મુજબ હેલિકોપ્ટરમાં બે પાયલટ પણ સવાર હતા, જેઓ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મેજરોની ઓળખ 39 વર્ષીય મેજર ખુર્રમ શહઝાદ અને 30 વર્ષીય મેજર મોહમ્મદ મુનીબ અફઝલ તરીકે થઈ છે. આ સિવાય 44 વર્ષીય સુબેદાર અબ્દુલ વાહિદ, 27 વર્ષીય કોન્સ્ટેબલ મોહમ્મદ ઈમરાન ખાન, 30 વર્ષીય નાઈક જલીલ અને 35 વર્ષીય કોન્સ્ટેબલ શોએબ મૃતકોમાં સામેલ છે.

Untitled 15 પાકિસ્તાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બે મેજર સહિત છ સૈનિકોના મોત

આ પહેલા ઓગસ્ટમાં પણ પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સેનાના છ જવાનોના પણ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર ટેકઓફ કરતી વખતે અચાનક ગુમ થઈ ગયું હતું. એક દિવસ પછી આ મૂસા ગોથ, વિંદર, લાસબેલામાં મળી આવ્યો. તે ક્વેટાથી કરાચી જતી વખતે સાંજે લગભગ 5.30 કલાકે ગુમ થઈ ગયો હતો.

આ પણ વાંચો:મહેસાણામાં પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલના સુપડા સાફ, અશોક ચૈાધરી પેનલના ઉમેદવાર ભારે બહુમતીથી ચૂંટાયા

આ પણ વાંચો:પૂર્વ પીએમ મનમોહન સિંહના 90માં જન્મદિવસ પર પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:અમદાવાદના ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ