Not Set/ રણમાંથી 7 ઘૂડખરનાં કંકાલ મળી આવ્યા, 1960 બાદ ફરી સુર્રા રોગનો ખતરો

રણમાં 1958થી 1960ના ગાળામાં માખીઓ દ્વારા ફેલાયેલા સુર્રા નામના રોગચાળાએ ઘૂડખરોની વસ્તી ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Gujarat Others
1 117 રણમાંથી 7 ઘૂડખરનાં કંકાલ મળી આવ્યા, 1960 બાદ ફરી સુર્રા રોગનો ખતરો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રણમાં 1958થી 1960ના ગાળામાં માખીઓ દ્વારા ફેલાયેલા સુર્રા નામના રોગચાળાએ ઘૂડખરોની વસ્તી ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારે વેરાન રણમાં છેલ્લા એક અઠવાડિયામાં 7 ઘૂડખરના કંકાલ મળી આવ્યા બાદ સુર્રા રોગનો ખતરાની પણ આશંકા સેવાઇ રહી છે.

ડેલ્ટાનો કહેર / લોકડાઉન છતાં બ્રિટનમાં ડેલ્ટાનો કહેર, એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 49 ટકા વધારો

રણની ધરતીના ધબકાર તરીકે ઓળખાતા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્યપ્રાણી ધારા હેઠળ 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને અભયારણ્ય વિસ્તાર તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. ઘૂડખર ભારતમાં ઝડપી દોડનારા પ્રાણીઓમાંનું એક છે. છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર રણમાં દુર્લભ ઘૂડખરની સંખ્યા 6037 નોંધાયેલી છે. વેરાન રણમાં છેલ્લા એક અઠવાડિયામાં કુલ સાત ઘૂડખરોના કંકાલ મળી આવતા અભયારણ્ય વિભાગના આલા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઘૂડખરોના અા કંકાલ પંદરેક દિવસ અગાઉ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતા એમનું પોસ્ટ મોર્ટમ કરાવવું પણ શક્ય નથી. આ અંગે અભયારણ્ય વિભાગના આધારભુત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતાનુસાર 1958થી 1960ના સમયગાળામાં સુર્રા નામના રોગચાળાએ ઘૂડખરોની વસ્તી ઘટાડવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વળી 1961માં ઘણા ઘૂડખરો સાઉથ આફ્રિકન હોર્સ સિકનેશનો પણ ભોગ બન્યા હતા. આથી 1960માં નોંધાયેલા 2000 ઘૂડખર બાદ 1962માં આ ઘૂડખરો ઘટીને 870 અને 1963માં નોંધપાત્ર રીતે ઘટીને માત્ર 362 સુધી પહોંચ્યા હતા.

આજથી અમલી / રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે વેક્સિનનો પ્રારંભ

અગાઉ ચકરી નામના રોગમાં ઘૂડખરના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. અને એક તબક્કે શરીરમાંથી તમામ ગ્લુકોઝ ખતમ થઇ જતાં ચક્કર આવીને એ ઘુડખર ઢળી પડે છે અને પાછું ઉભુ થઇ શકતું નથી. સામાન્ય રીતે ઘોડાની જાતમાં સુર્રા નામનો રોગ જોવા મળે છે. આ અંગે જાણીતા પશુ ચિકિત્સક અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ જણાવે છે કે, રણમાં જોવા મળતી માખી આ રોગગ્રસ્ત પશુઓને કરડ્યા બાદ બીજા પશુઓને કરડે એ રીતે ઝડપથી બીજા પશુઓમાં ફેલાય છે. મનુષ્યમાં જેમ મેલેરિયાનો રોગ દેખાય છે એમ પશુઓમાં સુર્રા નામનો રોગ જોવા મળે છે.

ગુજરાત: કોરોના સંક્રમણને ખાળવા ઝાલાવાડના ખારવા ગામે લોકજાગૃત્તિને બનાવ્યુ હથિયાર

વર્ષ                                    ઘૂડખરોની સંખ્યા
1946                                          3500
1960                                         2000
1962                                          870
1963                                          362
1976                                          720
1983                                         1979
1990                                         2075
1998                                         2940
1999                                         2839
2004                                        3876
2009                                        4037
2014                                         4451
2020                                        6082

અત્યાર સુધીમાં રણ વિસ્તારમાંથી સાત ઘૂડખરનો કંકાલ મળી આવ્યા છે. કદાચ જુવારના પાન ખાવાથી મેણો ચઢવાથી આવુ બની શકે અથવા આ મૃતદેહો મળ્યા એની બાજુમાંથી ગંદાપાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાથી એ પાણી પીવાથી પણ આ ઘટના બની શકે આથી આ પાણીના નમુના અને મૃત ઘૂડખરની લાદ લઇ પેકીંગ કરી રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.

kalmukho str 2 રણમાંથી 7 ઘૂડખરનાં કંકાલ મળી આવ્યા, 1960 બાદ ફરી સુર્રા રોગનો ખતરો