જિયો ઇન્સ્ટિટ્યૂટ ખુલ્યા પહેલા જ શ્રેષ્ઠ સંસ્થાઓના લિસ્ટમાં શામેલ કરવા મુદ્દે વિવાદ થઇ ગયો છે. વિવાદ વધ્યા બાદ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. ઉચ્ચ શિક્ષા વિભાગના સચિવ આર સુબ્રમણ્યમે કહ્યું કે નિયમો મુજબ કેટલીક નવી સંસ્થાઓને પણ લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે.
સચિવ આર સુબ્રમણ્યમે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે જિયો ઇન્સ્ટિટ્યૂટ ને ત્રીજી ગ્રીનફિલ્ડ કેટેગરી હેઠળ પસંદ કરવામાં આવ્યું છે. આ કેટેગરી હેઠળ નવી સંસ્થાઓ ને પણ શામેલ કરી શકાય છે. આનો હેતુ નવી સંસ્થાઓ ને પ્રોત્સાહિત કરીને વિશ્વ્ સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું અને શિક્ષા આપવાનું છે. આ કેટેગરી હેઠળ 11 સંસ્થાઓના પ્રસ્તાવ અમારી પાસે આવ્યા હતા. જેમાં જમીન અધિગ્રહણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર, શિક્ષાની ગુણવત્તા જેવા પાસાઓ જોતા ફક્ત એક જ સંસ્થા આ શ્રેણી માટે ઉપર્યુક્ત હતી.
મંત્રાલય તરફથી જાહેર કરાયેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે 3 આધાર પર વિભિન્ન શિક્ષણ સંસ્થાઓને આ રેન્કિંગ આપવામાં આવા છે. પહેલી કેટેગરીમાં આઈઆઈટી જેવી સરકારી શિક્ષણ સંસ્થાઓ છે. બીજી કેટેગરીમાં બિટ્સ પિલાની અને મણિપાલ યુનિવર્સીટી જેવી શિક્ષણ સંસ્થાઓ છે. રિલાયન્સના જિયો ઇન્સ્ટિટ્યૂટને ત્રીજી કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અને વિપક્ષી દળો એ તેમજ અન્ય જાની-માની હસ્તીઓએ આના પર સવાલ ઉઠાવ્યા છે.