Not Set/ હથિયારો સાથે ગુરુદ્વારામાં પ્રવેશ્યા; કેમેરા તોડીને અનેકને બનાવ્યા બંધક

સશસ્ત્ર માણસોએ ગુરુદ્વારામાં હાજર સમુદાયને કસ્ટડીમાં લીધો છે. સ્થાનિકોનો આરોપ છે કે તાલિબાન અધિકારીઓએ ગુરુદ્વારાના સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી.

Top Stories World
મોહન લાલ 13 હથિયારો સાથે ગુરુદ્વારામાં પ્રવેશ્યા; કેમેરા તોડીને અનેકને બનાવ્યા બંધક

અફઘાનિસ્તાન પર કબજો મેળવનાર તાલિબાનનો અસલી ચહેરો સતત સામે આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હથિયાર સાથે તાલિબાન માણસોએ કાબુલના કરતા પરવાન ગુરુદ્વારા પર હુમલો કર્યો. અહીં ઘણા લોકોને કેદ કરવામાં આવ્યા છે. કાબુલમાં કરતા પરવાન ગુરુદ્વારા એ જ જગ્યા છે જ્યાં શીખોના ગુરુ નાનક દેવજીએ મુલાકાત લીધી હતી.

ઇન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંદોકે ANI ને કહ્યું, “ફરી એક વખત કાબુલમાં તાલિબાનના તમામ દાવા ખુલ્લા પડ્યા છે. મેં લીધો છે.”

ચંદોકે કહ્યું કે, સશસ્ત્ર માણસોએ ગુરુદ્વારામાં હાજર સમુદાયને કસ્ટડીમાં લીધો છે. સ્થાનિકોનો આરોપ છે કે તાલિબાન અધિકારીઓએ ગુરુદ્વારાના સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી. આ સિવાય ગુરુદ્વારામાં પણ તોડફોડ કરવામાં આવી છે. હુમલાના સમાચાર મળ્યા બાદ સ્થાનિક ગુરુદ્વારા મેનેજમેન્ટ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

કરતા પરવાન ગુરુદ્વારા અફઘાનિસ્તાનના ઉત્તર -પશ્ચિમ કાબુલમાં સ્થિત છે. અગાઉ, તાલિબાનોએ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંતમાં ગુરુદ્વારાની છત પરથી નિશાન સાહિબ – શીખ પવિત્ર ધ્વજ દૂર કર્યો હતો. આ એ જ ગુરુદ્વારા છે જ્યાં એકવાર શીખ ના ગુરુ ગુરુ નાનક દેવ જી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ લઘુમતીઓ પર અત્યાચાર અને નિર્દયતાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. તાલિબાન લઘુમતીઓને તેમની ધાર્મિક અને વંશીય ઓળખના આધારે મારી રહ્યા છે.

GCRIની સોનેરી સિદ્ધિ / દસ સે.મીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી, ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટી સર્જરી

લખીમપુર ખેરી હિંસા / નવજોત સિંહ સિદ્ધુની યોગી સરકારને ચેતવણી, કહ્યું- જો કાલ સુધી …

પાલિકાનું પરિણામ  / ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…