દુર્ઘટના/ બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી નાવ નદીમાં પલટી જતા 24 લોકોના મોત,અનેક લોકો લાપતા

બાંગ્લાદેશના ઉત્તરી જિલ્લા પંચગઢમાં રવિવારે કરતોયા નદીમાં એક નાવ પલટી જવાથી ઓછામાં ઓછા 24 લોકો ડૂબી ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા.

Top Stories India
2 60 બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી નાવ નદીમાં પલટી જતા 24 લોકોના મોત,અનેક લોકો લાપતા

બાંગ્લાદેશના ઉત્તરી જિલ્લા પંચગઢમાં રવિવારે કરતોયા નદીમાં એક નાવ પલટી જવાથી ઓછામાં ઓછા 24 લોકો ડૂબી ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. આ બોટ દુર્ઘટના બોડા ઉપજિલ્લાના મારિયા યુનિયન કાઉન્સિલ હેઠળના ઓલિયાર ઘાટ વિસ્તારમાં થઈ હતી. બચાવાયેલા મુસાફરોના જણાવ્યા  અનુસાર બોડા, પંચપીર, મારિયા અને બંગરી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો મહાલયના અવસરે દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઔલિયા ઘાટથી બડેશ્વર મંદિર તરફ જઈ રહ્યા હતા.

નાવ તેની  ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જતી હતી, જેના કારણે રવિવારે બપોરે કરતોયા નદીની વચ્ચે ગયા બાદ બોટ પલટી ગઈ હતી. ઘણા મુસાફરો તરીને કિનારે પહોંચ્યા હોવા છતાં મોટાભાગના લોકો હજુ પણ લાપતા છે. માહિતી મળતા જ પંચગઢના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઝહુરુલ ઈસ્લામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે બોટ મુસાફરોથી ભરેલી હોવાથી 24 લોકો ડૂબી ગયા છે.. ઇસ્લામે કહ્યું, “અત્યાર સુધી જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.”