Not Set/ આ એરલાઇન્સ કંપની ૧૨૧૨ રૂપિયામાં આપી રહી છે મેગા ઓફર, ૧૨ લાખ લોકોને મળશે ફાયદો, જુઓ

નવી દિલ્હી, પ્રાઈવેટ એરલાઇન્સ કંપની ઇન્ડિગો પોતાની ૧૨મી વર્ષગાંઠ કઈક ખાસ અંદાજમાં મનાવવા જઈ રહી છે અને જેનો સીધો ફાયદો યાત્રીઓને મળવા જઈ રહ્યો રહ્યો છે. આ દરમિયાન ઇન્ડિગો દ્વારા ૧૨ લાખ સસ્તી ટિકિટની મેગા ઓફર આપવામાં આવી રહી છે. અને આ મેગા ઓફરની શરૂઆત મંગળવારથી થઈ ચુકી છે. ૧૦ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી ચાલનારી […]

India Trending
indigo airlines આ એરલાઇન્સ કંપની ૧૨૧૨ રૂપિયામાં આપી રહી છે મેગા ઓફર, ૧૨ લાખ લોકોને મળશે ફાયદો, જુઓ

નવી દિલ્હી,

પ્રાઈવેટ એરલાઇન્સ કંપની ઇન્ડિગો પોતાની ૧૨મી વર્ષગાંઠ કઈક ખાસ અંદાજમાં મનાવવા જઈ રહી છે અને જેનો સીધો ફાયદો યાત્રીઓને મળવા જઈ રહ્યો રહ્યો છે. આ દરમિયાન ઇન્ડિગો દ્વારા ૧૨ લાખ સસ્તી ટિકિટની મેગા ઓફર આપવામાં આવી રહી છે. અને આ મેગા ઓફરની શરૂઆત મંગળવારથી થઈ ચુકી છે.

૧૦ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી ચાલનારી આ મેગા ઓફરમાં ૧૨૧૨ રૂપિયાના સસ્તા દરથી યાત્રીઓને ટિકિટ આપવમાં આવશે. આ ઉપરાંત અન્ય ટિકિટો પર પણ ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

indigo airlines staff members manhandle a passenger on the tarmac 1400x653 આ એરલાઇન્સ કંપની ૧૨૧૨ રૂપિયામાં આપી રહી છે મેગા ઓફર, ૧૨ લાખ લોકોને મળશે ફાયદો, જુઓ

આ ઓફરની મુખ્ય ખાસયિત એ છે કે, કંપની દ્વારા ડોમેસ્ટિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય એમ તમામ નેટવર્ક્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિગો કંપની દ્વારા આ સેલ 6E નેટવર્ક હેઠળ આપવામાં આવી રહી છે જેમાં આંતરરાષ્ટ્રીય રૂટનો પણ સમાવેશ થાય છે.

ઇન્ડિગોની મેગા ઓફરમાં યાત્રીઓ ૧૨ લાખ સીટો પર ૫૭ શહેરોમાં જઈ શકે છે તેમજ આ દરમિયાન ખરીદવામાં આવેલી ટિકિટ પર યાત્રીઓ આગામી ૨૫ જુલાઈ ૨૦૧૮થી ૩૦ માર્ચ ૨૦૧૯ સુધી યાત્રા કરી શકે છે.

indigo airlines 050913072711 આ એરલાઇન્સ કંપની ૧૨૧૨ રૂપિયામાં આપી રહી છે મેગા ઓફર, ૧૨ લાખ લોકોને મળશે ફાયદો, જુઓ

આ ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછા ૩૦૦૦ રૂપિયા સુધીના ટિકિટ ખરીદવા પર લોકોને ૫ ટકા સુધીનો કેશબેકનો ફાયદો મળી શકે છે.

ઇન્ડિગોના ચીફ સત્રેતજી ઓફિસર વિલિયમ બુલ્ટરે કહ્યું, “ઇન્ડિગો ૪ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ પોતાના ૧૨ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે આ પ્રસંગે અમે ૫૭ શહેરો માટે દેશની સૌથી મોટી ઓફર લઈને આવ્યા છે. જેના દ્વારા અમે પોતાના ગ્રાહકોનો ધન્યવાદ કહેવા માંગીએ છીએ. અમારા ગ્રાહકોએ જ અમને આ લક્ષ્ય સુધી પહોચાડ્યા છે”.