West Bengal/ પિતાએ દિકરાની ગુમ થયાની નોંધાઇ ફરિયાદ, તપાસમાં ઘરની છત પર મળ્યું હાડપિંજર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનાં સોલ્ટ લેક વિસ્તારમાં 25 વર્ષીય યુવકનો હાડપિંજર મળી આવ્યો છે. યુવક ગાયબ હોવાની આશંકા હતી, પરંતુ જ્યારે પિતાની ફરિયાદ પર તેને શોધવામાં આવ્યો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે તે ઘરની છત પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. અનિલકુમાર મહેંસરીયાએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી […]

India
corona 201 પિતાએ દિકરાની ગુમ થયાની નોંધાઇ ફરિયાદ, તપાસમાં ઘરની છત પર મળ્યું હાડપિંજર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનાં સોલ્ટ લેક વિસ્તારમાં 25 વર્ષીય યુવકનો હાડપિંજર મળી આવ્યો છે. યુવક ગાયબ હોવાની આશંકા હતી, પરંતુ જ્યારે પિતાની ફરિયાદ પર તેને શોધવામાં આવ્યો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે તે ઘરની છત પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. અનિલકુમાર મહેંસરીયાએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, મહેંસરીયાની પત્ની ગીતા પોતાના ઘરને સોલ્ટ લેક ખાતે છોડી ગઈ હતી અને ગયા વર્ષે તેના ત્રણ બાળકો સાથે નજીકનાં રાજારહાટ ગઈ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ઓક્ટોબરમાં, મહેંસરીયાને ખબર પડી કે તેની પત્ની અને ત્રણ બાળકો રાંચી ગયા છે અને તે તેના માતાપિતાનાં ઘરે રહ્યા છે. તે અર્જુન સાથે સંપર્કમાં નથી આવી શક્યા, જો કે તેની પત્ની ખાતરી આપી કે તે રાંચીમાં છે.”

પોતાના દિકરાને શોધી શકવામાં અસમર્થ થયા હોવાના કારણે ગુરુવારે સવારે પિતાએ બિધાનનગર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અર્જુનનાં ગાયબ થવા પાછળ તેની પત્નીની ભૂમિકા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “મહેંસરીયાને શંકા હતી કે, અર્જુનની પત્નીએ કેટલાક અન્ય લોકોની મદદથી અર્જુનનું અપહરણ કર્યું છે અથવા તેની હત્યા કરી છે. અમે આજે સાંજે એજે બ્લોક સ્થિત મહેંસરીયાનાં નિવાસસ્થાનની છત પરથી હાડપિંજર મળી આવ્યું હતુ.” પોલીસે જણાવ્યું હતું કે હાડપિંજરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતો, જો કે શરૂઆતમાં તે અર્જુનનાં વિવરણ સાથે મેળ ખાતું હોવાનું દેખાય છે. અધિકારીએ કહ્યું, “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. મેડિકલ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આ સ્પષ્ટ થઈ જશે.”

USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી

ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો