Not Set/ સોનિયા ગાંધીનો SPG કમાન્ડો લાપતા,દિલ્હી પોલીસ દ્વારા શોધખોળ

સોનિયા ગાંધી વીવીઆઈપી એસપીજી સુરક્ષાધારક વ્યક્તિ છે તેથી દિલ્હી પોલીસ રાકેશ કુમારના ગૂમ થવાની ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નો એક કમાન્ડો શંકાસ્પદ સંજોગોમાં લાપતા થયો છે. રાકેશને સોનિયા ગાંધીનાં નિવાસસ્થાન – 10, જનપથ ખાતે ફરજ પર મૂકવામાં આવ્યો હતો. લાપતા થયો હોવાનું બહાર આવતાં મહાનુભાવોની સુરક્ષા સંભાળતી સિક્યૂરિટી એજન્સીઓમાં […]

India
Sonia Gandhi security Reuters સોનિયા ગાંધીનો SPG કમાન્ડો લાપતા,દિલ્હી પોલીસ દ્વારા શોધખોળ

સોનિયા ગાંધી વીવીઆઈપી એસપીજી સુરક્ષાધારક વ્યક્તિ છે તેથી દિલ્હી પોલીસ રાકેશ કુમારના ગૂમ થવાની ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે.

ભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નો એક કમાન્ડો શંકાસ્પદ સંજોગોમાં લાપતા થયો છે. રાકેશને સોનિયા ગાંધીનાં નિવાસસ્થાન – 10, જનપથ ખાતે ફરજ પર મૂકવામાં આવ્યો હતો.

લાપતા થયો હોવાનું બહાર આવતાં મહાનુભાવોની સુરક્ષા સંભાળતી સિક્યૂરિટી એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસને જાણવા મળ્યું છે કે રાકેશ કુમાર સોનિયા ગાંધીનાં નિવાસસ્થાનેથી લાપતા થયો હતો એ 3 સપ્ટેંબરે તે ડ્યૂટી પર નહોતો.દિલ્હી પોલીસના અધિકારીઓ હવે એ તપાસી રહ્યા છે કે જો રાકેશ કુમાર એ દિવસે ડ્યૂટી પર નહોતો તે છતાં એ યૂનિફોર્મ પહેરીને ત્યાં કેવી રીતે પહોંચ્યો હતો અને એ પોતાની સર્વિસ રિવોલ્વર અને મોબાઈલ ફોન ત્યાં જ મૂકીને ગયો હતો.

રાકેશના પિતાએ તેનો પુત્ર ગૂમ થયો હોવા વિશે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.