Not Set/ રથયાત્રાનો આનંદ માણો, પણ આ 8 સાવચેતી જરૂર રાખો

ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રાના દર્શન કરવા લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ચિક્કાર ભીડનો લાભ ઉઠાવતા તસ્કરો પણ ભક્તોના સ્વાંગમાં તસ્કરી કરતા હોય છે. તો ક્યારેક અફવાઓના કારણે નાસભાગ મચી જાય છે તો બાળકો ગુમ થઈ જવાની પણ ઘટનાઓ બનતી હોય છે. રથયાત્રાના દર્શન કરો પણ સલામતી અને સાવધાની રાખવા મંતવ્ય ન્યુઝ ચેનલ દર્શક મિત્રોને અનુરોધ […]

Top Stories Ahmedabad Gujarat Trending
hqdefault 3 રથયાત્રાનો આનંદ માણો, પણ આ 8 સાવચેતી જરૂર રાખો

ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રાના દર્શન કરવા લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ચિક્કાર ભીડનો લાભ ઉઠાવતા તસ્કરો પણ ભક્તોના સ્વાંગમાં તસ્કરી કરતા હોય છે. તો ક્યારેક અફવાઓના કારણે નાસભાગ મચી જાય છે તો બાળકો ગુમ થઈ જવાની પણ ઘટનાઓ બનતી હોય છે. રથયાત્રાના દર્શન કરો પણ સલામતી અને સાવધાની રાખવા મંતવ્ય ન્યુઝ ચેનલ દર્શક મિત્રોને અનુરોધ કરે છે.

ભક્તોના સ્વાંગમાં તસ્કરો.

રથયાત્રાના દર્શન કરવા આવતા લાખો શ્રધ્ધાળુઓની ચિક્કાર ભીડમાં તસ્કરો પણ ભક્તોના સ્વાંગમાં ઘુસી જાય છે. તસ્કરો મહિલાઓના સોનાના દોરા,મંગળસુત્રની ચીલઝડપી કરે છે. તો પુરુષોના વોલેટ, પર્સ કે મોબાઈલ ફોનની ચોરીઓની ઘટનાઓ બનતી હોય છે.

ચીક્કારભીડથી દુર રહેવા અને સોનાના દાગીના,પર્સ,વોલેટ અને કિંમતી ચીજવસ્તુઓ સાથે ન રાખવી. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો ફરજ પરની પોલીસને જાણ કરો.

 વિક્રુત હવસખોરોનો ત્રાસ.

રથયાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડે છે. ક્યારેક ભક્તના સ્વાંગમાં મહિલાઓની છેડતી કરવાની ઘટનાઓ પણ બનતી હોય છે. મહિલાઓએ પણ સલામત સ્થળે ઉભા રહી રથયાત્રા દર્શન કરવા જોઈએ.

હવસખોર શખ્સની હરકતોને સહન ન કરો. જો કોઈ વિક્રુત માનશિકતા ધરાવતો શખસ પરેશાન કરે કે અશ્લીલ હરકતો કરી માનશિક ત્રાસ આપે તો તુરત જ સલામત સ્થળે જતા રહો. મહિલાઓએ ચીક્કાર ભીડથી દુર રહેવું હિતાવહ છે.

બાળકો વિખુટા પડી જાય છે.

રથયાત્રાના રુટની બંને બાજુ પર લાખો લોકોની ચીક્કાર ભીડ ઉમટી પડે છે. રથયાત્રાના દર્શન કરવામાં મશગુલ લોકો લાપરવાહ બની જાય છે. ટિક્કાર ભીડના કારણે બાળકો પણ માતાપિતા કે વાલીઓથી વિખુટા પડી જવાની ઘટનાઓ બને છે. રથયાત્રા નિહાળો પણ બાળકોનું ધ્યાન રાખવાનું ન ભુલશો.

સર્જાય છે અકસ્માત.

આનંના અતિરેકમાં આવી જતા ભક્તો ભગવાનના રથ સુધી પહોંચવા પ્રયાસ કરતા હોય છે. જેના કારે ભીડભાડના કારે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ઉપરાંત ટ્રકમાંથી પ્રસાદ લેવા માટે દોડા દોડી કરતા હોય છે.પ્રસાદ લાવા માટે બાગદોડ કરતા લોકો ટ્રકની ટક્કર વાગતાં ઈજાગ્રસ્ત થવાની સંભવના વધી જાય છે. તો ક્યારેક  અખાડીયનોના લીધે પણ નજીક ઉભા રહેતા લોકો ઘવાતા હોય છે.રથ સુધી પહોંચવા, પ્રસાદ લેવા માટે થતી પડાપડીથી દુર રહેવા અનુરોધ કરીએ છીએ.

પોલીસ સાથે ઘર્ષણ ન કરો.

રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારીઓ કે પોલીસ જવાનોની સુચનાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે.રથયાત્રાના રુટ પર ટ્રાફિક ડાયવર્જન પણ કરાતા હોય છે તો કેટલાક રુટ બંધ કરાય છે.તેવા સમયે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે.બંદોબસ્તમાં તૈનાત પોલીસની સુચનાનો અમલ કરો,પોલીસ સાથે ઘર્ષણ ન કરો.

સોશીયલ મીડીયા પર ફેલાય છે અફવા.

કેટલાક વિક્રુત માનશિકતા ધરાવતા તત્વો સોશીયલ મીડીયા પર અફવાઓ ફેલાવતા હોય છે.અફવાઓને સાચી ન માનો અને જો કોઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે તે તેને રોકવાનો પ્રયાસ કરો.અફવા ફેલાવનાર અંગે પોલીસને જાણ કરો.અપવાને સાચી ન માનો.અફવાને કારણે કોઈ ઉશ્કેરાટમાં ન આવી જશો.

ભાગદોડથી રહો દુર.

રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બને કે ભાગદોડ મચી જાય તો તુરત જ સલામત સ્થળે જતા રહો.કેટલાક તત્વો ભાગદોડ સર્જવા માટે પ્રયાસ કરતા હોય છે.જો કોઈ ભાગદોડ કે ધક્કામુક્કીની ઘટના બને તો ફરજ પરની પોલીસની મદદ મેળવો.મહિલાઓ અને નાના બાળકો સાથે હોય તો સલામત સ્થળે ઉભા રહો.ભાગદોડ કરતા ટોળાની સાથે ભાગદોડમાં ન જોડાવો.

ભયજનક મકાનોથી રહો દુર.

રથયાત્રાના રુટ પરની બંને બાજુએ કેટલાક વિસ્તારમાં જુનાપુરાણા મકાનો આવેલા છે.કેટલાક લોકો ભયજનક મકાનો પ ચડીને રથયાત્રા નિહાળતા હોય છે.ભયજનક મકાનોની ઉપર કે તેની નીચે ઉભા રહી રથયાત્રા નિહાળવાનો પ્રયાસ ન કરો.ભયજનક મકાનોની ઉપરથી કે મકાનો પાસે ઉભા રહેવું એ જોખમ કારક છે.ક્યારેક જીવલેણ દુર્ઘટના સર્જાવવાની દહેશત રહે છે.