Not Set/ અમેરિકન દંપતિએ બાળકને લીધું દત્તક, પરિવારથી છુટા પડેલા બાળકને મળ્યો નવો પરિવાર

રામ રાખે તેને કોણ ચાખે, આવો જ એક કિસ્સો અમદાવાદ સમાજ સુરક્ષા વિભાગમાંથી સામે આવ્યો છે. અહીં વધુ એક બાળકને અમરિકાનું નાગરીકત્વ મળ્યું છે. પરિવારથી છુટા પડેલા આ બાળકને અમેરિકાના દંપતીએ દત્તક લીધુ છે. આ બાળક અમેરિકી દંપતીને કેવી રીતે મળ્યું.. આવો જોઈએ. સમાજ સુરક્ષા વિભાગમાંથી લીધું દતક પરિવારથી છુટા પડેલા બાળકને મળ્યો નવો પરિવાર […]

Ahmedabad Gujarat
કિશન અમેરિકન દંપતિએ બાળકને લીધું દત્તક, પરિવારથી છુટા પડેલા બાળકને મળ્યો નવો પરિવાર

રામ રાખે તેને કોણ ચાખે, આવો જ એક કિસ્સો અમદાવાદ સમાજ સુરક્ષા વિભાગમાંથી સામે આવ્યો છે. અહીં વધુ એક બાળકને અમરિકાનું નાગરીકત્વ મળ્યું છે. પરિવારથી છુટા પડેલા આ બાળકને અમેરિકાના દંપતીએ દત્તક લીધુ છે. આ બાળક અમેરિકી દંપતીને કેવી રીતે મળ્યું.. આવો જોઈએ.

સમાજ સુરક્ષા વિભાગમાંથી લીધું દતક

પરિવારથી છુટા પડેલા બાળકને મળ્યો નવો પરિવાર

વિદેશી પરિવાર સાથે મળશે અમેરિકી નાગરીત્વ 

છેલ્લા ત્રણ વર્ષથી બાલ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે. લાંબા સમયથી અમેરિકાના સાઉથ કેરેલીના નિવાસી જ્હોન કાસ્ટીલ અને ક્રિસ્ટન કાસ્ટીલે પોતાના માટે બાળકની શોધમાં હતા. .તેમને ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઇન પ્રકિયા દ્વારા દત્તક બાળક માટેની પ્રકિયા હાથ ધરી હતી. જેની સાથે કિશને દત્તક લેવા માટે દંપતીએ ભારત સરકારની દત્તક વિધાન ગાઇડલાઇન ૨૦૧૭ના પ્રકરણ ૬ ની ૧૪ થી ૨૨ મુજબની પ્રક્રિયાઓ પુર્ણ કરતા  અમદાવાદ કલેકટરે કે.કે નિરાલા વિધિવત કિશનના પાસપોર્ટ સોંપીને ક્રિસ્ટલ દંપતીને સોંપીને દત્તક બાળકની પ્રકિયા પૂર્ણ કરાવી છે.

કિશનને દત્તક લેનાર માતા પિતાનું કહેવું છે કે તેઓને લાંબા સમયથી બાળકની ઉણપ હતી. જેના માટે તેઓએ  ઓનલાઇન પ્રક્રીયા  કરતા તેમને અમદાવાદનો પ્રતિસાદ મળ્યો હતો. આ દપંતીનું કહેવું છે કે ભારત દેશએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને વિવિધ સંસ્કૃતિથી વણાયેલો છે તેથી તેઓને  ભારતીય બાળકને દત્તક લેવાની ખેવના જાગી હતી. અને કિશનને દતક લઇ બાળકની ખોટ પુરી કરી છે.

અગાઉ પણ અમદાવાદના સેન્ટર પરથી વિદેશમાં બાળકો દત્તક લેવાયા છે. પરંતુ કિશનનો પરિવાર સાથ છૂટ્યો ત્યારે તેનો અંદાજ પણ નહીં હોય કે તેના પરિવાર નહિ મળે પરંતુ આજે કિશન અમેરિકા પરિવાર દત્તક લેતા નવી દિશા દ્રષ્ટિ સાથે નવું જીવન મળ્યાની ખેવના ચેહરા પર જોવા મળતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.