નિધન/ સૌરાષ્ટ્રના RSS અગ્રણી સ્વયંસેવક પ્રવીણ ભાઈ કારીયાનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરીષ્ઠ સ્વંયસેવક અને ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ માં પ્રદેશ કક્ષાએ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર માં પ્રાંતના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહેનાર  પ્રવીણભાઈ કારીયાનું

Top Stories Gujarat Rajkot
pravin kariya સૌરાષ્ટ્રના RSS અગ્રણી સ્વયંસેવક પ્રવીણ ભાઈ કારીયાનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરીષ્ઠ સ્વંયસેવક અને ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ માં પ્રદેશ કક્ષાએ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર માં પ્રાંતના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહેનાર  પ્રવીણભાઈ કારીયાનું આજરોજ ૮૬ વર્ષ ની વયે બ્રેન હેમરેજ ના કારણે દુઃખદ અવસાન થયેલ છે.તેઓ નાગરિક બેન્કના ડાયરેક્ટર તેમજ લોહાણા સમાજના આગેવાન પણ રહ્યા હતા.

પ્રવીણભાઈ કારિયા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પણ લાંબા સમય સુધી ડીરેક્ટર તરીકે કાર્યરત હતા.  અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે ચાલતા તમામ આંદોલન માં અગ્રેસર રહ્યા હતા.૧૯૮૯ માં રામશીલા પૂજન ના કાર્યક્રમ હોય કે ૧૯૯૦ અને ૧૯૯૨ ની વિશ્ર્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવેલ બંને કારસેવામાં તેઓ અગ્રેસર રહી કાર્યકર્તા ઓને માર્ગદર્શન આપતા હતા.

રાજકોટમાં ૧૯૮૬થી ક્રુષ્ણ જન્મોત્સવ નિમિતે યોજાતી રથયાત્રાની તૈયારીઓ માટેની વિશ્વ હિન્દુ પરિષદની સમિતિમાં તેઓ લાંબા સમય સુંધી માર્ગદર્શક તરીકે હતા. વિશ્વ હિન્દુ પરિષદના અનેક આંદોલનના કારણે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સ્તરના મોટાભાગના નેતાઓ સાથે તેઓનો સંપર્ક અને સબંધ હતો.

સ્વ.અશોકજી સિંઘલ, આચાર્ય ધર્મેન્દ્ર વિજયજી, સાધ્વી રૂતમભરાજી, શ્રીરામ જન્મભૂમિ આંદોલનના શિલ્પી સ્વ.મોરોપંતજી પિંગલેજી, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. પ્રમુખસ્વામી મહારાજ સહિતના વિવિધ ક્ષેત્રના અને સંપ્રદાયના સાધુ – સંતો, મહામંડલેશ્વરશ્રીઓ, ગાદીપતિશ્રીઓ સહિતના સાથે અંગત નાતો રહ્યો હતો.

sago str 29 સૌરાષ્ટ્રના RSS અગ્રણી સ્વયંસેવક પ્રવીણ ભાઈ કારીયાનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન