Not Set/ કાશ્મીરી યુવકોને ફસલાવવાના પાક.ના પ્લાન મુદ્દે NIAએ કર્યો આ ખુલાસો, જુઓ

જમ્મુ – કાશ્મીરમાં  આતંકી પ્રવુત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કાશ્મીરના યુવકોને અનેક લુભાવાની ઓફરો આપીને પોતાની તરફ આકર્ષવા માટે અવનવા પ્લાન બનાવ્યા હતા. ત્યારે આ મુદ્દે ભારતીય ગુપ્તચર એજન્સી NIAએ મોટો ખુલાસો કર્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગ કેસમાં દાખલ કરેલા આરોપપત્રમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન પોતાની તરફ કૂણું વલણ ધરાવતા ભારતીય કાશ્મીરી […]

Top Stories
NIA jan3 કાશ્મીરી યુવકોને ફસલાવવાના પાક.ના પ્લાન મુદ્દે NIAએ કર્યો આ ખુલાસો, જુઓ

જમ્મુ – કાશ્મીરમાં  આતંકી પ્રવુત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કાશ્મીરના યુવકોને અનેક લુભાવાની ઓફરો આપીને પોતાની તરફ આકર્ષવા માટે અવનવા પ્લાન બનાવ્યા હતા. ત્યારે આ મુદ્દે ભારતીય ગુપ્તચર એજન્સી NIAએ મોટો ખુલાસો કર્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગ કેસમાં દાખલ કરેલા આરોપપત્રમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન પોતાની તરફ કૂણું વલણ ધરાવતા ભારતીય કાશ્મીરી યુવકોની પેઢી તૈયાર કરવા માટે તેમને સ્કોલરશિપ ઓફર કરી રહ્યું છે. સ્ટુડન્ટ વીઝા પર પાકિસ્તાન ગયેલા મોટાભાગના યુવકો આતંકવાદીઓના સંબંધી છે.

NIAના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જે યુવક સ્ટુડન્ટ વીઝા પર પાકિસ્તાન ગયા છે અથવા તો પૂર્વ આતંકવાદીઓના અથવા તો સક્રિય આતંકવાદીઓના સંબંધી છે, જે કેટલીય આતંકી ગતિવિધિઓમાં સંલિપ્ત છે અને પાકિસ્તાનમાં શરણ લઇ લીદું છે. તેઓ ત્યાં હુર્રિયત નેતા તરીકે ઓળખાય છે.

૧૮ જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજુ કરવામાં આરોપપત્રમાં ખુલાસો થયો છે કે, આ યુવાનોની વીઝા અરજી માટે કેટલાંય હુર્રિયત નેતા નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનમાં ભલામણ પણ કરે છે. જેમાં હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની પણ સામેલ છે. તેઓને પાકિસ્તાન સરકારના કેટલાંય પ્રોજોકેટની અંતર્ગત તેમણે ત્યાં એમબીબીએસ અને એન્જિનિયરિંગ સીટો ઉપલબ્ધ કરાવામાં આવે છે.

કોર્ટમાં રજુ કરાયેલા આ આરોપપત્રમાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી હાફિઝ સઇદ, સૈયદ સલાહુદ્દીન તેમજ કેટલાક કાશ્મીરી અલગતાવાદીઓ સહિત બીજા ત્રણના નામ છે. આરોપપત્રમાં હુર્રિયતના જે નેતાઓના નામ છે તેમાં અફતાબ હિલાલી ઉર્ફે શાહિદ-ઉલ-ઇસ્લામ, એયાજ અકબર ખાંડેય, ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, નઇમ ખાન, અલ્તાફ અહમદ શાહ, રાજા મેહરાજુદ્દીન કલવલ અને બશીર અહમદ ભટ ઉર્ફે પીર સૈફુલ્લાહનો સમાવેશ થાય છે.