Crime/ નોર્થ અમેરીકાના સ્ટુડન્ડ વિઝા અપાવાના નામે ત્રણ ઇસમોએ કરી ઠગાઇ

નરોડા વિસ્તારમાં રહેતા યુવકને એમબીએના અભ્યાસ માટે નોર્થ અમેરીકાના સ્ટુડન્ડ વિઝા આપવાનો વિશ્વાસ અને આપીને એક મહિલા સહીત ત્રણ લોકોએ રૂ.10 લાખ પડાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુંબઈ જઈને મહિલા સહિત ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ સામે […]

Ahmedabad Gujarat
visa fraud નોર્થ અમેરીકાના સ્ટુડન્ડ વિઝા અપાવાના નામે ત્રણ ઇસમોએ કરી ઠગાઇ

નરોડા વિસ્તારમાં રહેતા યુવકને એમબીએના અભ્યાસ માટે નોર્થ અમેરીકાના સ્ટુડન્ડ વિઝા આપવાનો વિશ્વાસ અને આપીને એક મહિલા સહીત ત્રણ લોકોએ રૂ.10 લાખ પડાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુંબઈ જઈને મહિલા સહિત ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ સામે આવી જ પોલીસ ફરિયાદ અગાઉ નોંધાઇ ચુકી છે. હાલ તો પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતા નિલેશકુમાર પટેલને ભારતની બહાર એમબીએ કરવા માટે જવું હતું. જેથી તેણે વિઝા લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. વિઝા મામલે નિલેશે મુંબઈ રહેતા દિક્ષીત મેણાત, હિમાશું મેણતા અને માનશી ઉર્ફે મધુનો સંપર્ક થયો હતો. આ ત્રણેયે નિલેશકુમારને ફોન કરી નોર્થ અમેરીકામાં એમબીએના વિઝા આપાવવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આ ત્રણેયે ભેગા મળીને ટુકડે ટુકડે નિલેશકુમાર પાસેથી રૂ.14.50 લાખ પડાવી લીધા હતા. જો કે નિલેશકુમારને વિઝા ન મળતા તેમણે તે ત્રણેયને ચૂકવેલ પૈસા પરત માંગ્યા ત્યારે આ ત્રણેયે રૂ.4.50 લાખ પરત આપ્યા હતા.

ત્યારબાદ બાકીના રૂપિયા પરત માગતા તેમણે રૂપિયા પરત આપ્યા ન હતા. જેથી નિલેશકુમારે નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહીત ત્રણ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે નરોડાના પીઆઇ પી.બી.ખાંભલાએ આરોપીના મોબાઈલ લોકેશન મેળવતા ત્રણેય મુંબઈમાં હોવાનું જાણ થઇ હતી. જેથી પીએસઆઇ એસ.એમ.ઠાકર અને તેમની ટીમ આરોપીને પકડવા માટે મુંબઈ રવાના થયા હતા. ત્યારબાદ માનશી,દિક્ષીત અને હિમાશુને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય આરોપીને મુંબઈથી અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશન લાવ્યા હતા.

ત્યારબાદ બીજા ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે વધુ પુછપરછ હાથધરી હતી જેમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે તેમણે અગાઉ પણ અંબોલી પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્રના ખાર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસઘાત નો ગુનો નોંધાઇ ચુક્યા છે. જેથી આરોપીઓ ગુનો કરવાની ટેવ ધરાવે છે. હાલ તો પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.