Bhuj Suicide Case/ પાણીના કકળાટમાં થયું મહિલાનું મોત, પાડોશીઓએ અભદ્ર રીતે હેરાન કરતાં કર્યો આપઘાત

ભુજમાં પાણીનો કકળાટ એક મહિલાનો મોતનું કારણ બન્યો. શહેરમાં પાણીના ત્રાસના કારણે એક મહિલાને તેના પાડોશીઓ દ્વારા હેરાન કરવામાં આવતી હતી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 16T164225.325 પાણીના કકળાટમાં થયું મહિલાનું મોત, પાડોશીઓએ અભદ્ર રીતે હેરાન કરતાં કર્યો આપઘાત

ભુજમાં પાણીનો કકળાટ એક મહિલાનો મોતનું કારણ બન્યો. શહેરમાં પાણીના ત્રાસના કારણે એક મહિલાને તેના પાડોશીઓ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. પાડોશીઓના ત્રાસથી કંટાળીને મહિલાએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો. સ્યુસાઈડ નોટમાં મહિલાઓએ હેરાન કરનાર 12 પાડોશીઓના નામ લખ્યા છે. પોલીસ આ ઘટનાની માહિતી મળતા સ્થળ પર પંહોચી તમામ બાબતોની ચકાસણી કરી રહી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં લોટસ કોલોનીમાં વિધવા મહિલા એકલી રહે છે. વિધવા મહિલાને તેના પાડોશીઓ દ્વારા અભદ્ર રીતે હેરાન કરતા હતા. પાણીના કકળાટના કારણે પાડોશીઓએ વિધવા મહિલાના ઘરમાં ઘુસી આબરૂ લેવા પ્રયાસ કર્યો. કોલોનીમાં રહેતા પાડોશીઓ દ્વારા જ વારંવાર હેરાનગતિ કરાતા આખરે વિધવા મહિલાએ કંટાળીને આપઘાત કર્યો. મહિલાએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી તેમાં હેરાન કરનાર 12 પાડોશીઓના નામ લખ્યા હતા. જો કે મહિલાએ આપઘાત કરતા જ તમામ પાડોશીઓ ફરાર થઈ ગયા છે.

પોલીસે મહિલાની પુત્રીએ ફરિયાદ કરતાં હાલ 12 આરોપીઓ વિરુદ્ધ છેડતી અને દુષ્પ્ર્રેરણા સહિતની કલમનો નોંધ્યો છે. આપઘાત કરનાર મહિલા જમનાબેનની દિકરીએ છાયાબેન રવિ બારિયાએ ભુજની બી ડિવિઝન પોલીસમાં લોટસ કોલોનીમાં રહેતી તેની માતાની બાજુમાં રહેતા પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સ્યુસાઈડ નોટમાં હેરાન કરનાર બાર આરોપીઓના નામ રવિંદ રાજગોર, ભાવનાબેન અરવિંદ રાજગોર, મીત અરવિંદ રાજગોર, અજુલ અરવિંદ રાજગોર, પૂવી જીતુભાઈ જેઠી, વિશ્વા જીતુભાઈ જેઠી, જીગર ચૌહાલ, ખુશાલ ઉર્ફે બબુજી ચૌહાણ, જ્યોતિબેન મહેશભાઈ ચૌહાણ, અંકિતા જીગરભાઈ ચૌહાણ, પ્રિન્સ વિનોદ ભટ્ટી અને રેખાપ્રિન્સ ભટ્ટી છે.

મહિલાની સ્યુસાઈડમાં નોટમાં લખ્યું હતું ‘મુજે માલુમ હે જીન કે નામ લીખુગી વો બહોત પૈસે વાલે હે વો છૂટ જાએગેં. મે જો લીખ રહી હું લોગો કે, નામ વો મેરે ઘર મે આકે મેરી છેડતી કરી ઇસમે ઓરત ભી સાથ દે રહી હે રાત કો મેરે ઘરમે ઘુસે મેરા મજાક બનાયા મેરે પર હંસ રહેથે કોઈ મેરી છાતી કઈ મુજે કીસ કર રહેથે કઈ મેરા હાથ પકડ રહેથે મે ભૂલ નહી પા રહી હું મેરી ઈજ્જત ખરાબ થઈ જાય ઈસલીયે કીસીકો નહી બતા પા રહી હું મેરે સાથ ક્યા ક્યા હુઆ મે ઈતના ક્યું શે રહી હું લોગો કો સજા મીલે નહીં તો, નહીં તો યે લોગ ઓરત કો જીને નહીં દેંગે’ આ સાથે તેમણે ન્યાય માટેની પણ અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું