અશ્રુભીની વિદાય/ પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાની બદલી થતા પોલીસ પરિવાર ગમગીન

સુરેન્દ્રનગર જિલ્લો એક સંવેદનશીલ જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે ત્યારે નાની એવી વાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી થઈ જાય ફાયરિંગ થઈ જાય હત્યા થઈ જાય અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે સમાજ વચ્ચે માથાકૂટ અવાર નવાર સર્જાય જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે

Top Stories Gujarat
3 8 પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાની બદલી થતા પોલીસ પરિવાર ગમગીન

સુરેન્દ્રનગર જિલ્લો એક સંવેદનશીલ જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે ત્યારે નાની એવી વાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી થઈ જાય ફાયરિંગ થઈ જાય હત્યા થઈ જાય અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે સમાજ વચ્ચે માથાકૂટ અવાર નવાર સર્જાય જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતનો સૌથી વધુ સંવેદનશીલ જિલ્લો ગણવામાં આવે છે તેવા સંજોગોમાં આજથી ત્રણ વર્ષ પહેલા સંવેદનશીલ જિલ્લામાં તે સમયના જિલ્લાના ડીએસપી મનિંદર સિંહ પવારને પ્રમોશન આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્રકુમાર બગડ્યા ને નર્મદા જિલ્લામાંથી સુરેન્દ્રનગરમાં મૂકવામાં આવ્યા હતા.

ત્યારે સામાન્ય રીતે કોઈપણ નવા પોલીસ વડા જિલ્લામાં આવે ત્યારે સ્થાનિક આગેવાનો પાસે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ કેવા સમીકરણ છે તેની પુરતી વિગતો મેળવતા હોય છે તેવા સંજોગોમાં જે સમયે નર્મદાથી જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાને પોલીસ વડા તરીકે સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા હતા તે સમયે મહેન્દ્રકુમાર દ્વારા પણ આ પ્રકારે જિલ્લા વિશેની પૂરતી માહિતી મેળવવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી સંવેદનશીલ જિલ્લો હોય અને આ જિલ્લામાં સૌથી વધુ જ્ઞાતિઓના ધીંગાણા ચાલતા હોવાની વિગત સ્થાનિક લોકોએ મહેન્દ્રકુમાર બગડીયા ને આપી હતી.

ત્યારે સૌથી મોટો પડકાર હતો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે જળવાઈ રહે અને જિલ્લાના લોકો શાંતિ કેવી રીતે અનુભવે તેરા મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા બદલી થતાની સાથે નર્મદા પોતાની પ્રાઇવેટ કારમાં પોતાના પરિવાર સાથે નીકળી ગયા અને આવતાની સાથે જ સીધા ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શને પરિવાર સાથે ગયા ત્યારે તેમને કોઈપણ પ્રકારે તે પોતે જિલ્લા પોલીસ વડા છે તેવી પણ ઓળખ ન આપી હતી સામાન્ય વ્યક્તિ તરીકે પોતાના પરિવાર સાથે સીધા માં ચામુંડા માતાજીના દર્શને પહોંચ્યા હતા અને ત્યાં પ્રાર્થના કરી હતી કે જિલ્લાની કાયદો વ્યવસ્થાની જવાબદારી માં તમારી છે હવે તમે સંભાળજો.

ત્યારે માતાજીના આશીર્વાદ સાથે ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્રકુમાર બગડીયા એ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ત્રણ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં મહેન્દ્રકુમાર સફળ નીવડ્યા છે ત્યારે તાજેતરમાં જ તેમની બદલી કચ્છ ખાતે કરી દેવામાં આવી છે અને નવા પોલીસ વડા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં હરેશભાઈ દુધાત અને મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા ની તાજેતરમાં જ બદલી થતા તેમને આજે વહેલી સવારે ચાર્જ છોડી દીધો છે. ત્યારે સમગ્ર પોલીસ પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

વિદાય સંભારમ

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યાની કચ્છ ખાતે બદલી કરવામાં આવી છે તેમને કચ્છમાં જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવામાં આવ્યા છે તેવા સંજોગોમાં પોલીસ પરિવાર દ્વારા તેમનો વિદાય સંભારમ શહેરના ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર પોલીસ પરિવારમાં શોકની અને ગમગીની ભરી લાગણી વ્યાપી જવા પામી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને જે કાઈ જિલ્લા પોલીસ વડાના અનુભવ થયા છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રીતે અને સારી રીતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ની વિદાય કરવામાં આવી છે જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની ત્રણ વર્ષ પહેલા કથળતી પરિસ્થિતિને સંપૂર્ણપણે શાંતિમય રીતે કાબૂમાં મેળવી અને હવે જિલ્લા પોલીસ વડા જિલ્લો છોડી અને કચ્છ તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસ પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્રણ વર્ષમાં એક પણ પોલીસ કર્મી સસ્પેન્ડ નહીં

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી અને હાલમાં કચ્છ તરફ બદલી થતા તેમને આજે પોતાનો ચાર્જ છોડ્યો છે તેવા સંજોગોમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ પોલીસ કર્મીને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી ગમે તેવી પોલીસની મોટી ભૂલ હોય છે શાંતિપૂર્ણ રીતે અને મગજ થી વિચારણા કર્યા બાદ નિર્ણય કરવાની ક્ષમતા ધરાવતા જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા એ છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ પોલીસ કર્મીને સસ્પેન્ડ નથી કર્યા તેનો પણ જિલ્લામાં ઇતિહાસ રચાયો છે ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા નું કહેવું એમ છે કે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાથી ઘર પરિવાર અને સમાજ માં તેની ભારે ખરાબ અસર પડે છે તેથી સસ્પેન્ડ થી વધુ સારી તક તેને સુધારવા માટે આપવી જોઈએ અને આ તક આપવાથી તે જરૂર સુધરી જશે કેવું મહેન્દ્રકુમાર બગડ્યાનું માનવું છે.

થાન ના નવાગામ માં બે જ્ઞાતિ નું સમાધાન મારા માટે યાદગાર પળ 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ની બદલી થતા તેમને આજે વહેલી સવારે ચાર્જ છોડ્યો છે તેવા સંજોગોમાં જિલ્લાની યાદગાર પળ તેમને પૂછવામાં આવતા તેમણે હસતા મોઢે જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી સંવેદનશીલ વિસ્તાર હોય તે થાન નું નવાગામ છે તેવા સંજોગોમાં નવાગામમાં બે જ્ઞાતિ વચ્ચે વર્ષો જૂનો ઝઘડો ચાલી આવતો હતો જેને લઇને નાના બાળકો શાળાએ પણ જઇ શકતા ન હતા સતત આ જ્ઞાતિઓ ના મોભીઓને સમજાવવામાં ૧૦થી ૧૨ વખત મિટિંગ કરી છે અને અંતે શાંતિ અને કુનેહપૂર્વક બંને જ્ઞાતિના આગેવાનોને સમજાવટ માં સફળતા મળી છે તેવા સંજોગોમાં નવાગામમાં જે વર્ષોથી ચાલી આવતા જ્ઞાતિના ઝઘડા હવે સમાપ્ત થઈ ચૂક્યા છે ગામના બાળકો શાળાએ જઈ રહ્યા છે અને ગામ પણ હાલ શાંતિમય રીતે પોતાની જિંદગી જીવી રહી છે ત્યારે ૨૦૦૯ થી ૨૦૨૦ સુધીમાં આ ગામમાં મારા મારી હત્યા ફાયરિંગના ૫૫ જેટલા ગુના દાખલ થયા હતા પરંતુ તેના સુખદ અંત આવ્યો છે અને બંને જ્ઞાતિ હવે એક થઈ ગઈ છે જેથી જિલ્લામાં સૌથી ભગીરથ કાર્ય મારા જીવનનું હું આ ગણી રહ્યો છું તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું.

જિલ્લાના ઇતિહાસમાં સૌથી યાદગાર પોલીસ વડાને વિદાય આપવામાં આવી

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાની કચ્છ ખાતે બદલી થઇ છે તેવા સંજોગોમાં શહેરના ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે તેમને વિદાય આપવામાં આવી છે જિલ્લાના ઇતિહાસમાં પોલીસ વડાને સૌથી જો યાદગાર વિદાય આપવામાં આવી હોય તો તે મહેન્દ્રકુમાર બગડીયા અને આપવામાં આવી છે ખુદ જિલ્લા પોલીસ વડા ની કારને ડીવાય.એસ.પી પી.આઈ પી.એસ.આઈ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા ખેંચવામાં આવી છે અને અશ્રુભરી રીતે તેમને જિલ્લા માંથી વિદાય આપવામાં આવી છે તેથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

રેન્જ આઈજી બની ઝડપી આવજો સાહેબ, અમે તમારી રાહ જોઈસુ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમારની તાજેતરમાં બદલી થઇ છે ત્યારે સરળ સ્વભાવ સહજ અને કુનેહપૂર્વક કામગીરી કરવાની સતત તાલાવેલી ધરાવતા જિલ્લા પોલીસ વડાને કચ્છ ખાતે બદલી કરી અને મૂકવામાં આવ્યા છે તેવા સંજોગોમાં જિલ્લા પોલીસ સ્ટાફમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે તેવા સંજોગોમાં જિલ્લા પોલીસ વડાને ભવ્ય સાહી રીતે વિદાય આપવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા અશ્રુભીની આંખે જિલ્લા પોલીસ વડાને જણાવવામાં આવ્યું છે કે ઝડપી આવજો અને રેન્જ આઇજી બની અને ફરી એક વખત તમારી કામગીરી માં સહભાગી બનજો અમે તમારી રાહ જોઈશું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે અશ્રુ ભીની આંખો સાથે જિલ્લા પોલીસ વડાને પોતાની મનની છેલ્લી વાત કહી દીધી.