મતગણતરી/ જંગી બહુમતી સાથે ભાજપની જીત, કૉંગેસની શર્મનાક હાર

ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે આવી રહ્યા છે. આયોગની ટીમો હાલમાં મતોની ગણતરી કરી રહી છે.

Ahmedabad Gujarat
Electionn 3 જંગી બહુમતી સાથે ભાજપની જીત, કૉંગેસની શર્મનાક હાર

ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામો આજે આવી રહ્યા છે. આયોગની ટીમો હાલમાં મતોની ગણતરી કરી રહી છે. અત્યાર સુધીનાં વલણોમાં, ભાજપ 28 પર અને કોંગ્રેસ 3 પર આગળ છે.

આ પણ વાંચો : મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ 4 બેઠકો મેળવી હતી. અત્યાર સુધી શાસક પક્ષ ભાજપનું અહી વર્ચસ્વ છે. રવિવારે અહીં ચૂંટણી યોજાઈ હતી ત્યારે પરિણામ અંગે લોકોમાં અલગ-અલગ મંતવ્ય જોવા મળી રહ્યા છે. આજે 23 ફેબ્રુઆરીએ અમદાવાદ મહાનગર પાલિકા ઉપરાંત રાજ્યનાં અન્ય 5 મહાનગરોની ચૂંટણીઓનાં પરિણામો પણ આવી રહ્યા છે. આ ગુજરાતમાં કુલ 6 મહાનગર પાલિકાઓ છે, જ્યાં ચૂંટણી યોજાઈ હતી.

Update :

Total -192

ભાજપ -159

કોંગ્રેસ -25

અન્ય – 08

  • અમદાવાદનાં ખાડીયા વોર્ડમાં ભાજપ પેનલની જીત થઇ છે.
  • ઉપરાંત ઇન્દ્રપુરી વોર્ડમાં પણ ભાજપની પેનલની જીત થઇ છે.
  • વળી વોર્ડ નંબર 43 ભાઈપુરા હાટકેશ્વર 10 રાઉન્ડનાં અંતે ભાજપની જીત થઇ છે. 
  • બાપુનગર વોર્ડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.
  • પાલડીમાં પણ ભાજપ પેનલ વિજેતા થઇ છે.
  • જ્યારેે બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે.
  • દાણીલીમડામાં કોંગ્રેસની પેનલની જીત, 16000 નાં માર્જિનથી થઇ છે.

ભાજપ અમદાવાદમાં વિજયોત્સવ મનાવશે,કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય,ખાનપુર શહેર કાર્યાલય ખાતે સાંજે 7 વાગે  ઉજવણી થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  હાજર રહેશે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે  સંબોધન કરશે.

થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત,  ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ, ભાજપ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા

વસ્ત્રાલમાં 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, ભાજપની પેનલ આગળ, ભાજપના અનિરુદ્ધ સિંહ ઝાલા 21103 મતથી આગળ, ભાજપના પરેશ પટેલ 18319 મત આગળ મહિલા ઉમેદવાર ગીતાબેન પ્રજાપતિ મતથી 21921 અને ચંદ્રિકા બેન પટેલ 19978 મતથી આગળ

અમદાવાદમાં એલડી એન્જિયરીંગ કોલેજ ખાતે મતગણતરી માં થલતેજ 2 રાઉન્ડ પૂર્ણ ભાજપ આગળ

અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે મતગણતરી માં વસ્ત્રાલ વોર્ડ 41માં ભાજપની પેનલ આગળ, અમદાવાદની હવે દરિયાપુર, નવા વાડજ વોર્ડ 6, સૈજપુર બોઘા વોર્ડ 13, વસ્ત્રાલ 2 રાઉન્ડ પુરા ભાજપ આગળવસ્ત્રાલમાં વોર્ડમાં 2 રાઉન્ડ પૂર્ણ થતા ભજપ આગળ, વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ, પાલડીમાં ભાજપની પેનલ આગળ રહી છે. થલતેજ 3 રાઉન્ડ પુરા ભાજપ આગળ, નિકોલ 24 વોર્ડ નંબરમાં 2 રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ

વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલની જીત, વસ્ત્રાલમાં 12 માંથી 12 રાઉન્ડ થયા પૂર્ણ, વસ્ત્રાલમાં વોર્ડમાં ભાજપની પેનલ જીતી, તો નવરંગપુરામાં 10 માંથી 9 રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલની જીત નક્કી

આ પણ વાંચો : મતગણતરી: વડોદરામાં અત્યાર સુધીનાં વલણોમાં ભાજપ દેખાઇ રહ્યુ છે આગળ

ઉલ્લેખનીય છે કે, 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ