કોરોના સંક્રમણ/ રાજકોટમાં હજુ કોરોનાનું રોકાણ : વધુ 57 દર્દીઓના મોત, બપોર સુધીમાં 145 નવા કેસ

રાજકોટમાં કોરોનાની અસર હળવી થઇ રહી હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજુ પણ કોરોનાનો મૃત્યુઆંક જોઈએ તેટલો ઘટી રહ્યો નથી. રાજકોટમાં કોરોના થી વધુ 57 દર્દીઓના મોત થયા છે.

Top Stories Gujarat Rajkot
rajkot corona 11 may રાજકોટમાં હજુ કોરોનાનું રોકાણ : વધુ 57 દર્દીઓના મોત, બપોર સુધીમાં 145 નવા કેસ

રાજકોટમાં કોરોનાની અસર હળવી થઇ રહી હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજુ પણ કોરોનાનો મૃત્યુઆંક જોઈએ તેટલો ઘટી રહ્યો નથી. રાજકોટમાં કોરોના થી વધુ 57 દર્દીઓના મોત થયા છે. આખરી નિર્ણય ડેટ કમિટી જાહેર કરશે તે માન્ય ગણાશે.આજે બપોરે બાર વાગ્યા સુધીમાં નવા કુલ 145 કેસ નોંધવામાં આવ્યા હતા.તેમજ અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 38,000 ને પાર થયો છે.રાજકોટમાંગઈકાલે  બપોરના 12-00વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 173 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ હતા,જ્યારે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ 3016 દર્દીઓ હતા, તેમાંથી 556ને સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી હતી.રાજકોટ શહેરના કુલ કેસ 37890 નોંધવામાં આવ્યા હતા. જ્યારે ગઈ કાલે તારીખ 11 ના રોજ 5814 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ફૂલ પોઝિટિવ કેસ 319 નોંધવામાં આવ્યા હતા.

Gujarat sees record 9,541 COVID-19 cases; 97 deaths also single-day peak-  The New Indian Express

તારીખ: 11/05/2021,કુલ પોઝિટિવ :- 319

કુલ ટેસ્ટ :- 5814

 કુલ પોઝિટિવ :- 319
પોઝિટીવ રેઈટ :- 5.49 %
કુલ ડીસ્ચાર્જ :- 556

 આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 145
કુલ પોઝિટિવ કેસ :- 38035
કુલ ડિસ્ચાર્જ : 34701
રિકવરી રેઈટ : 91.58 %
કુલ ટેસ્ટ :- 1066460
પોઝિટિવિટી રેઈટ :- 3.55 %

Coronavirus in India: 2 more positive cases in Gujarat take total to 7 -  India News

કાં સંપૂર્ણ લોકડાઉન આપો, કાં વેપાર-ધંધા યથાવત ચાલુ રહેવા દો :વેપારીઓ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત

રાજકોટમાં અનેક વેપારીઓ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત, મીની એવા અધકચરું લોકડાઉન થી નાના વેપારીઓની હાલત ખુબ ખરાબ, ઉપરાંત આ લોકડાઉનમાં 40% વેપાર જ બંધ છે, બાકી બજાર – માર્કેટ ચાલુ છે. જે 40% માર્કેટ બંધ છે, તેમાં નાના વેપારીઓને ખૂબ જ મોટી અસર થઈ છે.વેપારી સંગઠનોએ માંગ કરી કે આવતીકાલ 12 મેથી જ્યારે મીની લોકડાઉનની મુદત પૂરી થવા જઈ રહી છે ત્યારે નાના વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, રાજકોટ રેડીમેડ રિટેઇલ મર્ચન્ટ એસોસિએશન, લાખાજીરાજ રોડ, દિવાનપરા કોઠારીયા નાકા, નવા નાકા રોડ,  ઘીકાંટા રોડ, ભક્તિનગર,જંકશન પ્લોટ,ગાયકવાડી, સાંગણવા ચોક સહિતના વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી અને કલેકટરને રજૂઆત કરી હતી.

રાજકોટ સોની બજાર ના ઝવેરીઓ એ પણ લોકડાઉન મુક્તિની માંગણી કરી છે. સવારે 10 થી બપોરે 4 સુધી શોરૂમ દુકાનો ખુલ્લા રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. આવતીકાલે તારીખ 12મી મેના રોજ લોકડાઉનની મુદત પૂરી થઈ રહી હોય તો કોઈ રાજ્ય સરકારના નિર્ણય પર મીટ માંડીને બેઠા છે.

પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોનું ચૌધરી હાઇસ્કુલના મેદાન સફાઈ અભિયાન 

રાજકોટમાં કોરોના કહેર વચ્ચે પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોનું સરાહનીય કાર્ય જોવા મળ્યું છે. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં થી ટનબંધ કચરાનો નિકાલ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના ના દર્દીઓ ની સતત કતારો જોવા મળતી હોય ફળની સફાઈ રહે તે ખૂબ જરૂરી હોય પ્રાથમિક શિક્ષકો દ્વારા ચૌધરી હાઇસ્કુલના મેદાનમાંસફાઈ અભિયાન હાથ ધરી તેને ચોખ્ખું ચણાક કરવામાં આવ્યું હતું.

જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ

સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે સ્વામિનારાયણ ચોક,પી.ડી.એમ. કોલેજ પાછળ, રાજકોટ ખાતે તા.૧૨/૦૫/૨૦૨૧, બુધવારનાં રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી, તમામ કોવીડ સલામતી સાથે, ૨કતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. ૧૮ થી ૪૫ વર્ષની વય જૂથનાં લોકો, રસી મુકાવ્યા પૂર્વે અચૂક ૨કતદાન કરે. સમગ્ર આયોજન અંગે મીતલભાઈ ખેતાણી (એનિમલ હેલ્પલાઇન), મીત ખખ્ખર, હિતેશભાઈ ખખ્ખર, સેંજલભાઈ મહેતા, વિજયભાઈ ટોળીયા, નારણભાઈ બોળીયા, વિજયભાઈ પંડ્યા,શૈલેષભાઇ હરિભાઈ ડાંગર, તેમજ વોર્ડ નંબર 13 ના કોર્પોરેટરો, તેમજ આગેવાનો ને કાર્યકરો ના સહયોગ થી સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે સંપર્ક : 8488011110, 8000030080