પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મમતા બેનર્જી જલપાઈગુડીમાં ક્રીન્તી ખાતે જાહેર સભાને સંબોધિત કર્યા બાદ બાગડોગરા જઈ રહ્યા હતા. મામલાની માહિતી આપતા TMC નેતા રાજીબ બેનર્જીએ કહ્યું કે મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જલપાઈગુડીમાં ક્રીન્તિ ખાતે જાહેર સભાને સંબોધિત કર્યા બાદ તે બાગડોગરા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જી હેલિકોપ્ટર દ્વારા જલપાઈગુડીથી રવાના થયા હતા. પરંતુ અચાનક જ જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે આકાશની વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં હેલિકોપ્ટરના પાયલટે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને સેવોક એરફોર્સ બેઝ પર લેન્ડ કરાવ્યું હતું. જો હવામાન ખરાબ હોય તો મમતા રોડ માર્ગે જ પરત ફરી શકે છે.
આ પણ વાંચો: ગાઝિયાબાદની ગૌર હોમ સોસાયટીની લિફ્ટમાં ફસાયા 9 લોકો, 15 મિનિટ સુધી બુમો પાડતા રહ્યા
આ પણ વાંચો:અનિલ પરબ સહિત ઉદ્ધવ જૂથના 5 નેતાઓ પર FIR, BMC એન્જિનિયર સાથે મારપીટ અને ધમકીનો મામલો
આ પણ વાંચો:બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચે આવેલું ઐતિહાસિક મંદિર એક તરફ ઝૂકતા હડકંપ મચ્યો
આ પણ વાંચો: PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
