આગ/ દિલ્હીના પિતામપુરા વિસ્તારના મકાનમાં આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,બે લોકો ઇજાગ્રસ્ત

દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની માહિતી સામે આવી છે

Top Stories India
11 દિલ્હીના પિતામપુરા વિસ્તારના મકાનમાં આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,બે લોકો ઇજાગ્રસ્ત

દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની માહિતી સામે આવી છે. બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આગની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગ ઉપરાંત દિલ્હી પોલીસની ટીમ પણ સ્થળ પર છે. પોલીસે ઘટના સ્થળેથી લોકોને હટાવી લીધા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર આજે રાત્રે લગભગ 8 વાગે દિલ્હીના પ્રીતમ પુરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આજુબાજુમાં રહેતા લોકોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

રાજધાની દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં આજે રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ઘરની અંદર હાજર 7 લોકો દાઝી ગયા હતા, જેમને ફાયર કર્મીઓની ટીમે ઘરમાંથી બચાવીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાંથી 5ને તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘાયલોની સારવાર ચાલુ છે. આ બાબતની પુષ્ટિ કરતા ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે કંટ્રોલ રૂમને રાત્રે 8:07 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની 8 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. પિતામપુરાના ZP બ્લોકમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ