અમેરિકામાં ચાલી રહેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અમેરિકી અધિકારી સેમ્યુઅલ પેન્યાએ જણાવ્યું કે આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે ઘટનાસ્થળે હજુ પણ બચાવ કામગીરી ચાલું છે
જો કે અમેરિકી અધિકારીઓ ઘટનાનું મુખ્ય કારણ જણાવવાનો ઈન્કાર કરી રહ્યા છે, પરંતુ મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બેકાબૂ ભીડને કારણે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મ્યુઝિક ફેસ્ટિવલના કારણે લોકો સ્ટેજની નજીક જવા માટે બેકાબૂ થઈ ગયા હતા. આ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ, જેના કારણે લોકો એક બીજાની ઉપર આવી ગયા. જેમાં આઠ લોકોના મોત થયા હતા. સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે લગભગ 300 લોકો ઘાયલ થયા છે, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 11 લોકોની હાલત ગંભીર છે.