અકસ્માત/ Paytmના સ્થાપક વિજય શંકર શર્માની કાર અકસ્માત મામલે ધરપકડ,જામીન મળ્યા

પેટીએમના સ્થાપક વિજય શંકર શર્માની કારને દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં મધર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે અકસ્માત નડ્યો હતો

Top Stories India
9 13 Paytmના સ્થાપક વિજય શંકર શર્માની કાર અકસ્માત મામલે ધરપકડ,જામીન મળ્યા

પેટીએમના સ્થાપક વિજય શંકર શર્માની કારને દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં મધર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે અકસ્માત નડ્યો હતો. વિજય શંકર શર્માએ જગુઆર લેન્ડ રોવર વાહન સાથે દિલ્હી પોલીસ અધિકારીની કારને ટક્કર મારી હતી. આ ઘટના 22 ફેબ્રુઆરીના રોજ બની હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ વિજય શંકર શર્મા પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.

પોલીસ વાહનના નંબરના આધારે કંપની સુધી પહોંચી હતી

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાહન ગુડગાંવ સ્થિત કંપનીના નામે રજીસ્ટર કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે કંપનીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ વાહન ગ્રેટર કૈલાશ પાર્ટ 2 ના રહેવાસી વિજય શંકર શર્મા ચલાવી રહ્યા હતા. બાદમાં પોલીસે વિજય શંકર શર્માની ધરપકડ કરી હતી. જોકે, જામીનપાત્ર કલમોને કારણે તેને પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક જામીન મળી ગયા હતા.