વીજ કરંટ/ પશ્ચિમ બંગાળમાં 10 વિધાર્થીઓને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાગ્રસ્ત,5ની હાલત નાજુક

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓ વીજ કરંટ લાગવાથી ઘાયલ થયા છે.

Top Stories India
પશ્ચિમ

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી વીજ કંરટ ના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓ વીજ કરંટ લાગવાથી ઘાયલ થયા છે. 5 વિદ્યાર્થીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને કાકદ્વિપ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, હોસ્ટેલની અંદર એક ઈલેક્ટ્રીક વાયર તૂટી પડ્યો હતો, જેના પર હોસ્ટેલ પ્રશાસને ધ્યાન આપ્યું ન હતું. વાયરમાં કરંટ આવતો હતો અને તમામ વિદ્યાર્થીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગવાથી 5 વિદ્યાર્થીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

આ પહેલા યુપીના દેવરિયામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં 10માં ધોરણના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. મૃતકના પિતા યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે અને બારાબંકીના રહેવાસી છે. આ ઘટના સલેમપુર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદપલિયા ગામમાં બની હતી. મૃતક અમિત કોચિંગનો અભ્યાસ કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તે હાઇ ટેન્શન લાઇનના તૂટેલા વાયરની ચપેટમાં આવી ગયો હતો. વાયરમાં કરંટ આવતો હતો. વીજળી વિભાગની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

મધ્યપ્રદેશના સતનામાં જિલ્લા હોસ્પિટલમાં જ વીજળીનો કરંટ લાગ્યો હતો. હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ દર્દીઓને ઈલેકટ્રીક શોક લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉતાવળમાં ઇલેક્ટ્રિશિયનને બોલાવીને વીજ પુરવઠો બંધ કરી દેવાતા દર્દીઓ અને તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

droupadi-murmu/વધુ જેલો બનાવવાની વાત થાય છે આ કેવો વિકાસ છે? જેલો નાબૂદ થવી જોઈએ: રાષ્ટ્રપતિ મુર્મુ