Jammu Kashmir/ સેનાએ ગાંદરબલ વિસ્તારમાં બે આતંકવાદીઓ ઠાર કર્યા, સર્ચ ઓપરેશન યથાવત

મ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી. જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે. આ સાથે જ આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો

Top Stories India
jammu

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી. જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે. આ સાથે જ આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો. સર્ચ ઓપરેશન ચાલુ છે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું હતું. અહીં પણ પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

આપને જણાવી દઈએ કે, આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે.જેમાં બે આતંકીઓને ઠાર મરાયા છે આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.

પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે પુલવામા અને શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આ સિવાય શ્રીનગર-બનિહાલ રેલ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.અથડામણ પુરી થયા બાદ હવે તેને ફરી શરૂ કરવામાં આવશે.એન્કાઉન્ટરની જગ્યાએથી મોટા પાયા પર શસ્ત્ર અને દારૂગોળો મળી આવ્યો છે.

આ મહિનામાં આતંકવાદીઓએ અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરી છે. આ પહેલા 9 માર્ચે શ્રીનગરના ખોનમુહમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને પીડીપીના સરપંચ સમીર અહેમદ ભટની હત્યા કરી હતી. 2 માર્ચે, કુલગામ જિલ્લાના કુલપોરા સરાંદ્રો વિસ્તારમાં, સ્વતંત્ર પંચ મોહમ્મદ યાકુબ ડારને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેમને ઘરની બહાર નજીકથી ગોળી મારવામાં આવી હતી.કાશ્મીરના ભાજપના મીડિયા પ્રભારી મંજૂર ભટે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.