રાજધાનીમાં કોરોનાનાં વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરતા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને રસીનાં બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે દરેક કોવિડ દર્દીનાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે દિલ્હી મોકલવામાં આવશે. સોમવારે DDMA ની બેઠકની માહિતી આપતા CM કેજરીવાલે આ વાત કહી છે.
આ પણ વાંચો – ગજરાજનો ગુસ્સો / આસામમાં જંગલી હાથીએ 30 વર્ષના યુવકને દોડાવી દોડાવી કચડયો, કેમેરામાં કેદ થઈ ઘટના
CM કેજરીવાલે કહ્યું છે કે, “કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, તમામ સક્રિય કેસોને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. હોમ આઈસોલેશનની વ્યવસ્થામાં વધુ સુધારો કરવામાં આવશે. કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝને મંજૂરી આપવા વિનંતી કરવામાં આવે છે.” દિલ્હી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હી કેબિનેટે નિર્ણય લીધો છે કે કોરોના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ મફત રાશનને વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. હવે 31મી મે સુધી રાશન આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, હવે દિલ્હીમાં દરેક કોરોના દર્દીનાં સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ થશે. અત્યાર સુધી, જીનોમ સિક્વન્સિંગ માત્ર વિદેશ અથવા જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓની જ કરવામાં આવતી હતી. રવિવારે 100 થી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાની ગતિ ધીમી હતી, તેથી જ્યારે 100 કેસ આવ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ પણ વાંચો – બાંગ્લાદેશ / 50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, “અમે ઘરોમાં હોમ ક્વોરેન્ટિન સિસ્ટમને મજબૂત કરીશું. કારણ કે, કોવિડનાં મોટાભાગનાં નવા કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે નહીં.” દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસ વધીને 164 થઈ ગયા છે. સોમવારે દિલ્હીમાં વધુ બે, કર્ણાટકમાં પાંચ અને કેરળમાં ચાર નવા કેસની પુષ્ટિ થઈ છે.