Operation Kaveri/ જેદ્દાહથી 231 ભારતીયો સાથે IAF એરક્રાફ્ટ પહોંચ્યું અમદાવાદ

સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત લાવવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. આ ઓપરેશન અંતર્ગત આજે એટલે કે 2જી મેના રોજ 231 ભારતીય નાગરિકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
ભારતીયો

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલી લડાઈને બે સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. સુદાનની સેનાના નેતા અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને તેના નાયબ, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ સોલ્જર્સ (RSF) કમાન્ડર મોહમ્મદ હમદાન ડાગ્લોના વફાદાર સૈનિકો વચ્ચે લડાઈ શરૂ થઈ. જેના કારણે ત્યાં રહેતા ભારતીય નાગરિકોના જીવ જોખમમાં છે. સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત લાવવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. આ ઓપરેશન અંતર્ગત આજે એટલે કે 2જી મેના રોજ 231 ભારતીય નાગરિકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલુ છે યુદ્ધ

આ સંદર્ભમાં માહિતી આપતા વિદેશ મંત્રાલયે સવારે કહ્યું કે ઓપરેશન કાવેરી હેઠળ 10મું વિમાન જેદ્દાહથી ભારતીય નાગરિકોને લઈને રવાના થયું છે, કારણ કે સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લડાઈ ચાલુ છે. બીજી તરફ, મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, અરિંદમ બાગચીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું અને લખ્યું, “#OperationKaveri 10મી ફ્લાઈટ જેદ્દાહથી ભારતીય નાગરિકોને લઈ જઈ રહી છે. 231 મુસાફરો અમદાવાદ જઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં 1400 ભારતીયોને દેશમાં લાવવામાં આવ્યા છે

આ સિવાય ભારતીય વાયુસેના (IAF) એ સોમવારે ટ્વિટ કર્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 1400 ભારતીયોને IAF વિમાનો દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે ઓપરેશન કાવેરીમાં બે C-130 J એરક્રાફ્ટને ફરજ પર મૂકવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ઓપરેશન કાવેરી અંતર્ગત સોમવારે સુદાનથી કુલ 186 ભારતીયોને કોચી લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:મહેસાણાના બાસણા ગામમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,મોબાઈલે ખોલ્યા રહસ્યો

આ પણ વાંચો:બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે

આ પણ વાંચો:શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!

આ પણ વાંચો:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….