Covid-19/ AIIMS માં Nasal વેેક્સિનની જલ્દી જ શરૂ થઇ શકે છે ટ્રાયલ

Nasal વેક્સિન હૈદરાબાદનાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રસી પર ઘણા દેશોમાં સતત સંશોધન ચાલી રહ્યું છે.

Top Stories India
11 10 AIIMS માં Nasal વેેક્સિનની જલ્દી જ શરૂ થઇ શકે છે ટ્રાયલ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં મહામારીને રોકવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં રસીકરણ એક મહત્વનું પગલું છે. આ દિશામાં આગળ વધતા, રસીનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેકે, કોવિડ-19 સામે રક્ષણ માટે Nasal સ્પ્રે રસી તરફ પણ પગલા લીધા છે, ક્લિનિકલ ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ, હવે બીજા અને ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો – Political / PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

આપને જણાવી દઇએ કે, AIIMS દિલ્હી ટૂંક સમયમાં કોરોનાની Nasal વેક્સિનનાં બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. આ રસી હૈદરાબાદનાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રસી પર ઘણા દેશોમાં સતત સંશોધન ચાલી રહ્યું છે. ભારતમાં પણ આ રસીનાં બીજા તબક્કાનાં પ્રયોગને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, AIIMS આગામી એક કે બે સપ્તાહમાં તેની ટ્રાયલ શરૂ કરશે. આ ટ્રાયલ માટે પરવાનગી માટે એઈમ્સ એથિક્સ કમિટી સમક્ષ પહેલાથી જ અરજી કરવામાં આવી છે. ડોક્ટર સંજય રાયને ભારત બાયોટેક Nasal રસીનાં ક્લિનિકલ ટ્રાયલનાં મુખ્ય તપાસનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એથિક્સ કમિટીની મંજૂરી મળ્યા બાદ બીજા તબક્કાની ટ્રાયલ વોલિયન્ટર્સ પર કરવામાં આવશે અને આ લોકો પર નજર રાખવામાં આવશે. બે ડોઝ પછી, આ લોકોનાં સ્વાસ્થ્ય પર અસરની નજીકથી દેખરેખ રાખવામાં આવશે. ડોકટરો ચાર અઠવાડિયાનાં અંતરાલ વચ્ચે વોલિયન્ટર્સ પર નજર રાખશે. આ પ્રકારની આ પ્રથમ BBV154 કોરોના રસી છે, જે ભારતમાં માણસો પર ટ્રાયલ કરશે.

આ પણ વાંચો – સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અનુસાર, આ વેક્સિનનો પ્રથમ તબક્કો તંદુરસ્ત વોલિયન્ટર્સ પર કરવામાં આવ્યો હતો, જેમની ઉંમર 18-60 વર્ષ હતી. આ લોકોએ સરળતાથી આ વેક્સિનને સહન કરી હતી. એવું માનવામાં આવે છે કે બીજા તબક્કાનાં ટ્રાયલ પછી વેક્સિનનનનો ત્રીજો તબક્કો કરવામાં આવશે. AIIMS દિલ્હીએ 2-18 વર્ષનાં બાળકોમાં Covaxin વેક્સિનની ટ્રાયલ હાથ ધરી છે.