Gujarat/ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે નોંધાયો મુશળધાર 6 ઇંચ થી વધુ વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રીના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ થયો રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.

Gujarat Others
11 11 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે નોંધાયો મુશળધાર 6 ઇંચ થી વધુ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર 6 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ઇસ્કોન ગેઇટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઇ પરંતુ પરી મોનસૂન કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

11 12 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે નોંધાયો મુશળધાર 6 ઇંચ થી વધુ વરસાદ

આ પણ વાંચો – સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રીનાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ થયો. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં સવા ચાર ઇંચ વરસાદ થતાં ઈસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો બચી શક્યા નથી. દ્વારકામાંથી હાઇવે પસાર થાય છે અને ત્યાં જ વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને યાત્રિકોને મુશ્કેલીઓ પડી રહી છે. દ્વારકામાં દર વર્ષે પાણી ભરાઇ જતા હોય ત્યારે ગત રાત્રીનાં વરસાદનાં કારણે દ્વારકાનાં ઇસ્કોન ગેઇટ અને ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, અને ગોઠણ ડૂબ પાણી ભરાતા કેટલાક વાહનો બંધ થયા જ્યારે રાહદારીઓને પણ રસ્તો પસાર કરવા માટે તકલીફો ઉભી થઇ હતી, ત્યારે દર વર્ષ મુજબ આ વર્ષે પણ દ્વારકાના ઇસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓથી સ્થાનિકો બચી શક્યા નથી.

11 13 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે નોંધાયો મુશળધાર 6 ઇંચ થી વધુ વરસાદ

આ પણ વાંચો – Covid-19 / કોરોનાએે ફરી મચાવ્યું તાંડવ, છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર નોંધાયા કેસ

ઉલ્લેખનીય છે કે, બુધવારે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ગુજરાતના કુલ 188 તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ હતી. જેમાંથી ૧૦ તાલુકા એવા હતા કે જ્યાં 4થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 25 તાલુકામાં 2થી 4 ઇંચ, 67 તાલુકામાં અડધાથી બે ઇંચ જ્યારે 53 તાલુકામાં 1 મીમીથી અડધો ઇંચ વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર 9 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. અને દેડિયાપાડામાં પણ 24 કલાકમાં 9 ઇંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 8 નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી 4 અને ડૂબવા તેમજ તણાવાથી 4 લોકોના મોત થયાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં જ 9 ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.