સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

ઇમરાન ખાન સરકારે શિક્ષકો માટે ખાસ ડ્રેસ કોડ બનાવ્યો છે. મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના બાદ તેની અસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. હવે ઇમરાન ખાન સરકારે શિક્ષકો માટે ખાસ ડ્રેસ કોડ બનાવ્યો છે. મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વળી, પુરુષ શિક્ષકો પણ જીન્સ અને ટી-શર્ટ પહેરી શકશે નહીં. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓનાં શિક્ષકો માટે હુકમનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ફેડરલ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (FDE) હેઠળની કોઈપણ શાળા, કોલેજ અથવા યુનિવર્સિટીનાં શિક્ષકો જીન્સ, ટી-શર્ટ કે ટાઈટ્સ પહેરી શકશે નહીં. આ અંગે શિક્ષણ નિયામકે સોમવારે શાળા અને કોલેજોનાં આચાર્યોને પત્ર મોકલ્યો છે.

આ પણ વાંચો – Covid-19 / કોરોનાએે ફરી મચાવ્યું તાંડવ, છેલ્લા 24 કલાકમાં 40 હજારને પાર નોંધાયા કેસ

આ સૂચના 7 સપ્ટેમ્બરનાં રોજ FDE દ્વારા જારી કરવામાં આવી હતી. આમા કહેવામાં આવ્યું છે- FDE ને સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ડ્રેસની અસર લોકોનાં મન પર વધારે જોવા મળે છે. પ્રથમ છાપ તો વિદ્યાર્થીઓ પર પડે છે. અમે નક્કી કર્યું છે કે, હવેથી મહિલા શિક્ષકો જીન્સ કે ટાઈટ કપડા પહેરી શકશે નહીં. પુરુષ શિક્ષકોને પણ તાત્કાલિક અસરથી જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તેમને વર્ગ અને પ્રયોગશાળામાં શિક્ષણ ગાઉન અથવા કોટ પહેરવા જરૂરી રહેશે. પાકિસ્તાનમાં શિક્ષકો દ્વારા ઓફિસ સમય દરમિયાન, તેમજ કેમ્પસમાં તેમના સમય દરમિયાન અને સત્તાવાર સભાઓ અને બેઠકો દરમિયાન પણ આવા પગલાનું પાલન કરવાનું રહેશે. પત્રમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે, તમામ ટીચિંગ સ્ટાફ વર્ગખંડની અંદર ટીચિંગ ગાઉન અને લેબોરેટરીમાં લેબ કોટ પહેરે. વધુમાં, આ ગેટ કીપર અને શાળાઓ અને કોલેજોનાં સહાયક કર્મચારીઓ માટે ગણવેશ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપે છે.

આ પણ વાંચો – Political / PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

પાકિસ્તાનનાં ન્યૂઝ ચેનલો પર સરકારનાં આ આદેશ સામે અવાજ પણ ઉઠવા લાગ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, જે દેશમાં વજીર-એ-આઝમ એટલે કે પ્રધાનમંત્રી જાતીય અત્યાચાર માટે મહિલાઓનાં કપડાને જવાબદાર ઠેરવે છે, ત્યા આવા હુકમો જારી કરવામાં આવવાનાં જ હતા. પરંતુ, તેઓએ જણાવવું જોઈએ કે 3 વર્ષની છોકરીઓ પર દુષ્કર્મ અને હત્યા માટે કયા નિયમો લાગુ પડે છે. ઇમરાને તાજેતરમાં એક ભાષણમાં કહ્યું હતું કે, મહિલાઓનાં પશ્ચિમી પોશાકો અને અન્ય દેશોની ફિલ્મો પણ દેશમાં જાતીય ગુનાઓ માટે જવાબદાર છે અને લોકોએ પશ્ચિમી માનસિકતા ટાળવી જોઇએ.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment