Vadodara/ વડોદરામાં યુવકની એક ભૂલ અને આગમાં જીવતો ભૂંજાયો

ડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શહેરના મકરપુરા વિસ્તારમાં એક યુવક ઘરમાં જ જીવતો સળગી ગયો હતો.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2023 10 22T131723.701 વડોદરામાં યુવકની એક ભૂલ અને આગમાં જીવતો ભૂંજાયો
  • વડોદરા:ઘરમાં જ યુવાન જીવતો સળગી ગયો
  • મકરપુરામાં વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
  • યુવાન ઘરમાં દારૂની મહેફિલ માણી સૂઈ રહ્યો હતો

Vadodara News: વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શહેરના મકરપુરા વિસ્તારમાં એક યુવક ઘરમાં જ જીવતો સળગી ગયો હતો.આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 31 વર્ષના નિકુંજ પુરોહિત નામના યુવકે તેના ઘરે દારૂની મહેફિલ માણી સૂઈ રહ્યો હતો. યુવક ઘરમાં એકલો સૂતો હતો,સૂતા પહેલા તેને સિગરેટ સળગાવી હતી અને નશામાં હોવાથી સિગરેટ પીને ઓલવાનું રહી જતા સિગરેટના લીધે ગાદલામાં આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગ ફેલાવા લાગી અને આ આગમાં યુવક જીવતો સળગી ગયો.

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં લાગેલી આગને કાબૂમાં મેળવ્યો હતો. બાદમાં યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 વડોદરામાં યુવકની એક ભૂલ અને આગમાં જીવતો ભૂંજાયો


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર