Agniveer/ સિયાચીનમાં અગ્નિવીર જવાન શહીદ, સેનાએ કહ્યું-‘અક્ષયના બલિદાનને સલામ’

દેશની સુરક્ષા માટે સરહદો પર લાખો સૈનિકો તૈનાત છે. આમાંથી એક સૈનિક અગ્નિવીરે આજે દેશની રક્ષા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

Top Stories India
YouTube Thumbnail 2023 10 22T133842.532 સિયાચીનમાં અગ્નિવીર જવાન શહીદ, સેનાએ કહ્યું-'અક્ષયના બલિદાનને સલામ'

દેશની સુરક્ષા માટે સરહદો પર લાખો સૈનિકો તૈનાત છે. આમાંથી એક સૈનિક અગ્નિવીરે આજે દેશની રક્ષા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત અગ્નિવીર (ઓપરેટર) ગાવટે અક્ષય લક્ષ્મણ શહીદ થયા છે. અક્ષય પ્રથમ અગ્નવીર છે જે ઓપરેશન દરમિયાન શહીદ થયા.

અગ્નિવીર (ઓપરેટર) ગાવટે અક્ષય લક્ષ્મણની શહાદત પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર એક શોક સંદેશમાં લખ્યું છે કે, અમે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂતથી ઊભા છે. જોકે, અક્ષયની શહાદતનું કારણ સામે આવ્યું નથી.

જનરલ મનોજ પાંડેએ શ્રદ્ધાંજલિ આપી હતી

આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ભારતીય સેનાના તમામ રેન્કના અધિકારીઓએ સિયાચીનની દુર્ગમ ઊંચાઈઓ પર ફરજ બજાવતા શહીદ થયેલા અગ્નિવીર ગાવટે અક્ષય લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 11 ઓક્ટોબરના રોજ અગ્નિવીર અમૃતપાલ સિંહે પૂંચ સેક્ટરમાં સેન્ટ્રી ડ્યૂટી દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. સેનાએ અમૃતપાલને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ન હતું, કારણ કે આવા સંજોગોમાં સૈન્યના અંતિમ સંસ્કાર કરવાનો કોઈ અધિકાર નથી. સેનાએ કહ્યું હતું કે દર વર્ષે લગભગ 140 સૈનિકો આત્મહત્યા અથવા ઈજાના કારણે જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું નથી.


whatsapp ad White Font big size 2 4 સિયાચીનમાં અગ્નિવીર જવાન શહીદ, સેનાએ કહ્યું-'અક્ષયના બલિદાનને સલામ'


આ પણ વાંચો: Vadodara/ વડોદરામાં યુવકની એક ભૂલ અને આગમાં જીવતો ભૂંજાયો

આ પણ વાંચો: Israel Hamas War/ ભયાનક યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઈનને મોકલી રાહત સામગ્રી

આ પણ વાંચો: Entertainment/ 65 વર્ષીય અભિનેતા ‘દલીપ તાહિલ’ને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો